ભેસાણ તાલુકાના ચુડા (સોરઠ) ગામે સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાજીના મંદિરે મહાકાળી ગરબી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા નવ દિવસ નવરાત્રી મહોત્સવ નું આયોજન કરાયુ અને ગામ દ્વારા ફૂલવાડી ધામ ને બગીચા ને ખુલ્લું મુકાયું - At This Time

ભેસાણ તાલુકાના ચુડા (સોરઠ) ગામે સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાજીના મંદિરે મહાકાળી ગરબી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા નવ દિવસ નવરાત્રી મહોત્સવ નું આયોજન કરાયુ અને ગામ દ્વારા ફૂલવાડી ધામ ને બગીચા ને ખુલ્લું મુકાયું


ભેસાણ તાલુકાના ચુડા (સોરઠ) ગામે સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાજીના મંદિરે મહાકાળી ગરબી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા નવ દિવસ નવરાત્રી મહોત્સવ નું આયોજન કરાયુ અને ગામ દ્વારા ફૂલવાડી ધામ ને બગીચા ને ખુલ્લું મુકાયુંભેસાણ તાલુકાના ચુડા ગામે સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે અને આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે અહીં 50 વર્ષથી ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને જ્ઞાતિના જાતિના ભેદભાવ રાખ્યા વગર નવરાત્રિનુ આયોજન કરવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન નવ દિવસ માય ભક્તો દ્વારા માતાજી ની પૂજા અર્ચના અને નવરાત્રી નો લહાવો લે છે અને નવરાત્રિના નવ દિવસ માતાજીના વાઘા સણગાર બદલવામાં આવે છે અને માતાજીના સાક્ષાત્કારની અનુભૂતિ માય ભક્તોને થાય છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે અને નવરાત્રી માણવા આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે અહીં પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે તમામ જ્ઞાતિની બાળાઓને અહીં નવરાત્રી ઉત્સવમાં ભાગ લેવાનો લાવવો મળે છે અને 70 થી 80 બાળાઓની સંખ્યા દર વર્ષે થાય છે શ્રી મહાકાળી ગરબી મંડળ દ્વારા હર વરસે કંઈક નવું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે ગરબી મંડળના યુવાનો દાતાશ્રીઓ અને ગામના સેવાભાવી લોકોની મદદથી અને સતત એક વર્ષની રાત દિવસની અર્થાગ મહેનતથી એક સુંદર અને ભવ્ય તી ભવ્ય ફૂલવાડી ધામ ગાર્ડન નું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ગાર્ડનમાં અનેક પ્રકારના દેશી અને વિદેશી ફુલ છોડ અને વૃક્ષો રોપવામાં આવ્યા છે જે ફૂલવાડી ધામ ની સોભામાં ખૂબ જ વધારો કરે છે અને પહેલાં નોરતાથી તે બગીચા ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આવતા દર્શનાર્થીઓ માટે આ ભવ્ય ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આવનારા સમયમાં તમામ લોકો માટે ફોટો સેશન માટે પણ ઉપયોગ થશે વધુમાં વાત કરતા શ્રી મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલભાઈ ધાધલે જણાવ્યું હતું કે જ્યારે નવરાત્રિની હવે માત્ર ગણતરીની કલાકો જ બાકી રહી છે ત્યારે આ ભવ્ય ગાર્ડનના નિર્માણ માટે ગામના તમામ લોકો દાતાશ્રીઓ ગામના યુવાનો અને વડીલોનો સાથ સહકાર મળ્યો છે અને આવનારા સમયમાં પણ બધાનો સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા રાખી હતી તે બદલ બદલ તમામ સેવાભાવી લોકોનો શ્રી મહાકાળી ગરબી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને નવરાત્રી દરમિયાન આવતા તમામ દર્શનાર્થીઓ ગામના અને બહારગામથી પધારતા મહેમાનો ને આવકારીએ છીએ અને નવરાત્રી મહોત્સવ 2024 દરમિયાન તમામ લોકોને આમંત્રિત કર્યા હતા.

રિપોર્ટ.... કાસમ હોથી. ભેસાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.