રાજકોટમાં મંત્રી રૈયાણીએ કહ્યું- ક્યાકને ક્યાક લોકોને ફ્રી આપવાનું, ધર્મ પરિવર્તન કરાવાનું બંધ કરો - At This Time

રાજકોટમાં મંત્રી રૈયાણીએ કહ્યું- ક્યાકને ક્યાક લોકોને ફ્રી આપવાનું, ધર્મ પરિવર્તન કરાવાનું બંધ કરો


દિલ્હીના અરવિંદ કેજરીવાલની સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે આજે ધર્મ પરિવર્તન કરવાના નિવેદનને લઇને ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઘટનાને નિંદનીય ગણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, દેશના નાગરિક તરીકે આ ખૂબ જ દુખદ ઘટના છે. એટલા માટે જે રીતે ગુજરાતની અંદર અરવિંદ કેજરીવાલ આવે અને સોમનાથ, દ્વારકાના મંદિરે જાય. ક્યાકને ક્યાક માથુ ટેકાવી અને ગુજરાત તથા દેશની પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે તે પ્રમાણેના આજના દૃશ્યો જોવા મળ્યા છે. રાજેન્દ્ર પાલે આજે જાહેર મંચ પરથી ધર્મ પરિવર્તનની કરી છે. આદિકાળથી આપણે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છીએ. પછી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ, રામ સાથે જોડાયેલા છીએ. ક્યાકને ક્યાક લોકોને ફ્રી આપવાનું, ધર્મ પરિવર્તન કરાવાનું બંધ કરો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.