મહીસાગર ચીખલી નવી વસાહતના ખેતરોના ઉભા પાક પર જંગલખાતા દ્વારા જેસીબી ફેરવાયું
• 40 વર્ષથી ખેતી કરતા ખેડૂતો પર ફોરેસ્ટ ખાતા દ્વારા કાર્યવાહી કરાતા આભ ફાટ્યું
મહીસાગર :વિરપુર તાલુકાના ચીખલી નવી વસાહતના ગામે તાજેતરમાં જંગલખાતા દ્વારા સ્થાનીકોના ખેતરના ઉભા પાક ઉપર હદ ટેંન્ચ બનાવવા વનવિભાગના અધિકારીઓ દ્વારા ઉભા પાકમાં જેસીબી ફેરવી દેતા ખેતરોમાં ભારે નુકશાન થયું હતુ જેને લઈને ગામના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી જંગલખાતાની કામગીરી રોકવા અનુરોધ કર્યો હતો, તેમજ મળતી વિગતો અનુસાર ચીખલી નવી વસાહતના ખેડૂત ખાતેદારોની પોતાની કબ્જા ભોગવટાવાળી માલિકીની જમીનના ખાતા સર્વ નંબર,૪૧/૧,૪૩/૨,૪૩/૩,૪૩/૩૫,૩૪,૩૩ સહિતની ખેડાણવાળી જમીનો ખેડૂતો પાસેથી આંચકી લઈ પચાવી પાડવાના ઈરાદાપૂર્વક સદર ઉભા પાકને નુકશાન પહોંચાડ્યું છે,તેવો પણ સ્થાનિક ખેડૂતો દ્વારા આક્ષેપો પણ કરવામાં હતા, ત્યારે ખેડૂતો છેલ્લા ૫૦ વર્ષથી વધારે સમયથી સદર જમીનમાં ખેડૂતોના મકાન અને સિંચાઈ સ્ત્રોતના ટ્યુબવેલો પણ હયાત હોય તેમજ સ્થાનિક કબ્જેદારો ખેત પેદાશ કરતા આવ્યા છે ત્યારે અચાનક જંગલ વિભાગના અધિકારીઓ વગર નોટીસ કે જાહેરાત આપ્યા વગર ઉભા પાક પર હદ બોર્ડર મનસ્વી નક્કી કરી ટેન્ચ બનાવવાની કામગીરી કરતા પાકને નુકશાન પહોંચાડી ખેડૂતોને નોંધારા બનાવી દીધા હતા ત્યારે,વધુમાં ખેડૂતોએ તેવું પણ જણાવ્યું કે અમો મુસ્લિમ હોવાના નાતે અમારા પર અત્યાચાર ગુજારવામાં આવે છે,તેમજ અમારી સ્થાનિક માલીકીની જમીન પર વનવિભાગના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણ ઉભું કરી અમારા પર જોરજુલમ કરી અમને આબેહૂબ હેરાનગતિ કરવામાં આવે છે,તેમજ અમારા ઉપર કોમવાદી વલણ અપનાવવામાં આવે છે તેવા પણ મૂળ જમીનમાલિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા તેમજ ટેંન્ચ બનાવવાની કામગીરી વનવિભાગ દ્વારા શરૂ કરવામાં આવતા ખેડૂતોએ થતું અમાપ્ય નુકશાન સહી ના લેતા ખેડૂતોએ રોક લગાવવા અનુરોધ કરતા,વનવિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કામગિરિ અવિરત ચાલુ રાખવામાં આવતા,ખેડૂતોએ
ન્યાયના હિતમાં આજરોજ વિરપુર મામલતદાર કચેરી ખાતે વીસ જેટલા ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું..
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.