બોટાદમાં માથાના દુખાવા સમાન ટ્રાફિક જામ જયારે પોલીસ નિષ્ક્રિય
(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ )
બોટાદ જિલ્લો બની ગયો પણ ટ્રાફિક સમસ્યા એની એજ જોવા મળી રહી છે જયારે બોટાદ શહેર ટાફીક માથાના દુખાવા સમાન છે શહેર ના દિનદયાળ ચોક, અવેડા ગેટ, ટાવર રોડ, જેવા હાર્દ સમા વિસ્તાર માં સૌથી વધુ ટ્રાફિક સર્જાય છે આ વિસ્તાર હોમગાર્ડ, TRB જવાનો ને આ વિસ્તાર માં ગોઠવીયા હોવા છતાં ટ્રાફિક સર્જાય કારણ કે આ વિસ્તાર ફરજ બજાવતા હોમગાર્ડ અને TRB જવાનો આટા ફેરા મારતા નજરે ચડે છે અને એકી સાથે સાત, આઠ હોમ ગાર્ડ ભેગા થઈ ગપ્પા બાજી અને હસી મજાક કરતા જોવા મળે છે ટ્રાફિક થતું હોય તો પણ આ ફરજ બજાવતા જવાનો આંખ આડા કાન કરી રહ્યા છે જયારે અધિકારીઓ આ વિસ્તાર નીકળે ત્યારે પોઇન્ટ પર ગોઠવાય જાય છે ટ્રાફિક બાબતે પોલીસે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.