કણ પકવી કોઠાર ભરે અધિક વણ પોષે અઢાર નહિ તિથિ નહિ વાર કિસાન સૌનો પોષકકાર ખેડૂતો પ્રત્યે સરકાર નું ઓરમાયું વર્તન ક્યાં સુધી ? ગુજરાત કિસાન કોંગ્રેસ ના પાલભાઈ આંબલિયા ના વેધક સવાલ - At This Time

કણ પકવી કોઠાર ભરે અધિક વણ પોષે અઢાર નહિ તિથિ નહિ વાર કિસાન સૌનો પોષકકાર ખેડૂતો પ્રત્યે સરકાર નું ઓરમાયું વર્તન ક્યાં સુધી ? ગુજરાત કિસાન કોંગ્રેસ ના પાલભાઈ આંબલિયા ના વેધક સવાલ


કણ પકવી કોઠાર ભરે અધિક વણ પોષે અઢાર નહિ તિથિ નહિ વાર કિસાન સૌનો પોષકકાર

ખેડૂતો પ્રત્યે સરકાર નું ઓરમાયું વર્તન ક્યાં સુધી ?
ગુજરાત કિસાન કોંગ્રેસ ના પાલભાઈ આંબલિયા ના વેધક સવાલ

જૂનાગઢ વ્હાલા ખેડૂતભાઇઓ
ગુજરાતના ખેડૂતભાઇઓને મારા કેટલાક સવાલ આ સવાલ વાંચ્યા પછી તમારા અંતરાત્માને સવાલ પૂછજો કે ખેડૂતો સાથે જ સરકારનું આવું ઓરમાયું વર્તન શા માટે ???
સવાલો.જે સરકાર માત્ર ૧૦ વર્ષમાં ૫- ૨૫ ઉદ્યોગકારોના ૧૪ લાખ ૫૬ હજાર કરોડ માફ કરી શકે એ સરકાર લીલા દુષ્કાળ જેવી સ્થિતિમાં ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ શા માટે માફ કરતી નથી???

જે સરકાર માત્ર ૧૦ વર્ષમાં ૫ - ૨૫ ઉદ્યોગકારોના ૨૪ લાખ ૯૫ હજાર કરોડ રૂપિયા રાઈટ ઓફ કરી શકે એ સરકાર અતિવૃષ્ટિમાં ખેડૂતોને ૧૦ હજાર કરોડનું પેકેજ શા માટે આપી શકતી નથી ??

જે સરકાર માત્ર ૧૦ વર્ષમાં ઉદ્યોગોમાં કોર્પોરેટ ટેક્ષ ૧૦ % ઘટાડી પરોક્ષ રીતે ઉદ્યોગકારોને દર વર્ષે ૪ લાખ કરોડનો ફાયદો કરે છે એ સરકાર ખેડૂતોના ખેત ઓઝારમાં અને પશુપાલન માં GST શા માટે રદ્દ કરતી નથી ??
જે સરકાર શહેરોમાં હજારો કરોડો ખર્ચી નદીઓ કાંઠે રિવર ફ્રન્ટ બનાવે છે એ સરકાર ગામડામાં નદી કાંઠે દર વર્ષે  ધોવાતા ખેડૂતોના ખેતર બચાવવા પ્રોટેક્શન વોલ શા માટે બનાવતી નથી ???
જે સરકાર શહેરોમાં મોટા મોટા ફ્લાય ઓવર બ્રિજ બનાવે છે એ સરકાર મારા ઘેડ વિસ્તારમાં દર વર્ષે જે જે  ગામડાઓ સંપર્ક વિહોણા થાય છે તેના માટે 500 મીટરના પુલ પણ કેમ બનાવી શકતી નથી ???
     ઉપરોક્ત સવાલો જેવા અનેક સવાલો મારા મનમાં છે એમ તમારા મનમાં પણ આવતા જ હશે મેં જ્યારે વિચાર્યું કે આવું શા માટે તો તેના જવાબ બહુ સ્પષ્ટ છે કે સરકારને ગુજરાતના નાગરિકો કે ખેડૂતોનો ડર રહ્યો નથી. લોકશાહીમાં સરકાર ખેડૂતો કે જનતાથી બે જ બાબતોથી ડરે.....૧) ચુંટણી સમયે સરકાર વિરૂદ્ધ મતદાન ૨ ) પોતાના હક્ક અધિકાર માટે સામુહિક મોટી લડત ગુજરાતમાં ચુંટણી આવે ત્યારે ખેડૂતો ધર્મના નામે મતદાન કરે છે અને આંદોલનમાં ખેડૂતો ક્યારેય સંગઠિત થતા નથી એ આપણી માનસિકતા સરકાર સારી રીતે જાણે છે એટલે સરકારે ૩૯૦ % વરસાદ થાય, ખેડૂતોનો ઉભો પાક સુકાય જાય, ખેડૂતોના ખેતરો નદીઓ થઈ જાય તેવા ધોવાઈ જાય તોયે સરકાર સર્વેના નાટક કરશે, વિધે ૧૭૬૦ રૂપરડી(બે જણા ની બે દિવસની માત્ર મજૂરી) આપશે કેમ કે સરકાર સારી રીતે જાણે છે કે ચુંટણી સમયે લોકોની દરેક પીડા ભુલાવી મત કેવીરીતે મેળવી શકાય
એટલે જ આપ સૌ ગુજરાતના અતિવૃષ્ટિથી પીડિત ખેડૂતભાઇઓને વિનંતી છે કે તમે ગેમ તે જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પક્ષમાં માનતા હોવ પહેલા ખેડૂત છો એટલે પહેલા ખેડૂત બનો, એક બનો નેક બનો, પોતાના હક્ક અધિકાર માટે જાગૃત બની સંગઠિત થાઓ.... તમે તમારા ખુદનો અવાજ બનો.... મારે શું કે હૂઁ શું કરી શકું એમાંથી બહાર નીકળો.... તમે ખુદ જ તમારા હક્ક અધિકારનું રક્ષણ કરતા છો.... જો આવું દરેક ખેડૂત સમજી લે... દરેક ખેડૂત વિચારે... ખેડૂતોની લડતમાં એક અવાજે એકઠા થાય તો ભલભલી સરકારને ખેડૂતો માટે વિચારવું પડે... સરકારે ઘેડ વિકાસ નિગમ તાત્કાલિક બનાવવું પડે અને ઘેડનો પ્રશ્ન એક વર્ષમાં જ નિકાલ કરવો પડે, સરકારે દરેક નદી કાંઠે પ્રોટેક્શન વોલ ઉભી કરવી પડે, સરકારે ઉદ્યોગકારોની જેમ ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવા પડે, સરકારે અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરવો પડે અને ઓછામાં ઓછું ૧૦ હજાર કરોડનું આર્થીક પેકેજ પણ જાહેર કરવું પડે....
          જો ગુજરાતમાં ખેડૂતો પોતાની એકતાનો પરચો બતાવે તો... ખેડૂતો માટે કૃષિપંચ અને ખેડૂતો માટે કાયમી કૃષિનીતિ પણ બનાવવી પડે..... પણ જરૂર છે ખેડૂતોએ યોગ્ય સમયે જ્ઞાતિ - જાતિના વાળા, ધર્મની દીવાલ ઓળંગી ખેડૂત બની, નાગરિક બની એકતા બતાવવાની સરકારને ખેડૂતોની તાકાત બતાવવાની જરૂર પાલભાઈ આંબલિયા ચેરમેન ગુજરાત કિસાન કોંગ્રેસ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.