તંત્રનું ધ્યાન દોરવા છતાં તકલાદી રોડ બનાવ્યો
તંત્રનું ધ્યાન દોરવા છતાં તકલાદી રોડ બનાવ્યો
હિંમતનગર તાલુકા ના શીહોલી થી ચોદરની ને જોડતો માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં 6 મહિના અગાઉ લાખોના ખર્ચે બનાવાયો હતો. પરંતુ નબળી કામગીરીના કારણે રોડ ધોવાઇ જતાં કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સા.કાં.જિ.પં.ના બાંધકામ વિભાગ દ્વારા શિહોલી થી ચોદરનીને જોડતા માર્ગને લાખોના ખર્ચ કરી રોડ બનાવાયો હતો.પરંતુ હલકી ગુણવત્તાનું મટેરિયલ વાપર્યું હોવાને કારણે રોડ માત્ર છ મહિનાની અંદર જ રોડ ધોવાઈ ગર્યો છે.
કે રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટેરિયલ વાપરવામાં આવ્યું છે,જ્યારે રોડ બનતો હતો ત્યારે પણ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં રજૂઆત કરી હતી. જો રોડ ફરીથી નહીં બનાવાય તો આ અંગે ઉચ્ચકક્ષાએ જાણ કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.