હળવદના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદી પરનો બેઠો તૂટ્યો - At This Time

હળવદના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદી પરનો બેઠો તૂટ્યો


ચાડધરા, રાયસંગપુર,નવા રાયસંગપુર અન મયુરનગર સંપર્ક વિહોણાં બન્યા

અનેક રજૂઆત છતાં તંત્ર નિંદ્રામાં ગ્રામજનો જણાવી રહ્યા છે

હળવદ તાલુકા ના મયુરનગર ગામે બ્રાહ્મમણી નદી પર મોત ના માંડવા જેવો જર્જરિત બેઠો પુલ ફરી એક ધોવાયો છે.જેના કારણે આસપાસનાં ગામનાં લોકો સંપર્ક વિહોણાં બન્યા છે.આ પુલ અંગે તંત્ર ને અનેક રજૂઆતો કરાઈ હતી. છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે તંત્રના પાપે આ બેઠો પુલ ધોવાયો થયો છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

હળવદ તાલુકાના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદીનો બેઠો પુલ ફરી એક વખત ધોવાઈ જતા ચાડધરા, રાયસંગપુર,નવા રાયસંગપુર અને મયુરનગર ગામના લોકો સંપર્ક વિહોણાં બન્યા છે.તેમજ રસ્તો બંધ થવાના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુલ અંગે ગ્રામજનો, આગેવાનો તથા સમાજ સેવકોએ તંત્રને અનેક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને મીઠી નિંદર માણતા બનાવ બન્યો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બાજુંના ગામના વિદ્યાર્થીઓ પુલ તૂટવાથી નદીની આ પાર ફસાયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કંટાળી ગામના યુવાનો અને ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોમાંથી આ જર્જરિત પુલનું સમાર કામ કરાવવામાં આવ્યું હતું. જે હવે ધરાશાયી થયું છે.જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.