ખેરાલુ કોલેજમાં નિદાન કેમ્પ યોજાયો
વાઇબ્રન્ટ હોસ્પિટલ ખેરાલુ અને આર્ટસ અને કોમર્સ કોલેજ ખેરાલુના એનએસ એસ યુનિટના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું...આ મેડિકલ કેમ્પમાં ચામડીના રોગ માટે ડો.મલય ચૌધરી અને જનરલ ફિઝિશિયન ડો.નિલય ચૌધરીએ સેવાઓ આપી હતી.આ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં 92 જેટલા દર્દીઓને તપાસ્યા હતા.મેડિકલ કેમ્પ પૂર્ણ થયા બાદ વાઈબ્રન્ટ હોસ્પિટલ અને ખેરાલુ કોલેજ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા.એમઓયુ દરમિયાન કોલેજમાંથી પ્રિ. ડો બાબુભાઈ ચૌધરી, જસ્મીનભાઈ દેવી અને ડો.રઘુભાઈ પટેલે સહીઓ કરી હતી જ્યારે વાઈબ્રન્ટ હોસ્પિટલ તરફથી રવિ ચૌધરીએ સહીઓ કરી હતી.
7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.