જસદણ તાલુકાની કચેરીઓ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે - At This Time

જસદણ તાલુકાની કચેરીઓ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે


ભારત વિકાસ પ્રતિજ્ઞા, વિકાસ પદયાત્રા, વોલ પેઇન્ટિંગ, નિબંધ સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાશે

(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
સમગ્ર રાજકોટ જિલ્લામાં તા.૭ ઓક્ટોબરથી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે જસદણ તાલુકામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવાના માર્ગદર્શન હેઠળ તા.૯ ઓક્ટોબરથી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં તા.૯ ઓક્ટોબરના રોજ પ્રાંત કચેરી સહિત સંકલનની તમામ કચેરીઓ ખાતે અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાની સાથે તાલુકાની તમામ શાળાઓમાં વિકાસ અન્વયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. તા.૧૦ ઓક્ટોબરના રોજ દરેક આયુષ્માન આરોગ્ય મંદિરમાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાશે. તા.૧૧ ઓક્ટોબરના રોજ નગરપાલિકા કચેરી દ્વારા જસદણ ખાતે શ્રી હરીબાપા કોલેજથી પ્રાંત કચેરી સુધી વિકાસ પદયાત્રા યોજાશે તથા વિંછીયા તાલુકાના દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય દિવસની ઉજવણી કરાશે. તા.૧૨ ઓક્ટોબરના રોજ નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત, વિકાસ કામોનું લોકાર્પણ તથા શાળા કોલેજોમાં નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાશે. તા.૧૩ ઓક્ટોબરના રોજ નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ, તથા તા.૧૪ ઓક્ટોબરના રોજ શાળાઓમાં નિબંધ સ્પર્ધા, તાલુકા હેલ્થ કચેરી વિંછીયા ખાતે વિકાસના કામોનો પ્રચાર પ્રસાર, મામલતદાર કચેરી તથા નગરપાલિકા દ્વારા ઘેલા સોમનાથ મંદિર, જસદણ શહેરના જળશક્તિ સર્કલ, બંને એન્ટ્રીગેટ, ફાયર સ્ટેશનને લાઇટિંગથી સુશોભિત કરાશે. તા.૧૫ ઓક્ટોબરના રોજ તાલુકાની શાળાઓમાં ચિત્ર સ્પર્ધા તાલુકા, હેલ્થ કચેરી વિંછીયા ખાતે આરોગ્ય વિષયક યોજનાની પ્રસિદ્ધિ અને સફળતાની વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર,નગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોની પ્રસિદ્ધિ કરાશે. ઉપરાંત તાલુકા હેલ્થ કચેરી વિંછીયા દ્વારા તા.૯ ઓક્ટોબરથી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન વિવિધ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આમ જસદણ તાલુકામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.