જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા એરોમા સ્કૂલમાં આરોગ્ય વિશે કાર્યક્રમ યોજાયો........... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા એરોમા સ્કૂલમાં આરોગ્ય વિશે કાર્યક્રમ યોજાયો………..


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા એરોમા સ્કૂલમાં આરોગ્ય વિશે કાર્યક્રમ યોજાયો...........
હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલી એરોમા પ્રાયમરી સ્કૂલમાં શાળા આરોગ્ય, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો તેમાં શાળાના બાળકોના સ્વાસ્થ્યનું રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું. બીજા દિવસે તુલસીની પૂજા કરી તેનું મહત્વ સમજાયું. આ ઉપરાંત નાતાલની ઉજવણી કરી અને ડ્રોઈંગ સ્પર્ધા પણ રાખવામાં આવી. તેમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ડો. કૌશિક પ્રજાપતિ, ડો. તનવીર માતાદર એ સેવાઓ આપી. શાળાના આચાર્યશ્રી પાયલ ભટ્ટ તથા સ્ટાફ મેમ્બર્સ જુહી ભટ્ટ, ધ્યાની, મીનાક્ષી ડોડીયા, રોશની રાવલ એ ખૂબ સારો સહકાર આપ્યો. ગ્રુપ તરફથી પ્રમુખ સોનલબેન મહેતા, ઇલાબેન, હીનાબેન, કાજલબેન, રોશનીબેન, રેખાબેન તથા અન્ય બહેનો હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.