ખોખડદડ નદીમાં ડૂબી જતાં 14 વર્ષિય તરૂણનું મોત
શહેરનાં કોઠારીયા સોલવન્ટના શિવમનગરમાં રહેતો 14 વર્ષિય તરુણ તેના મિત્ર સાથે ખોખડદડ નદીમાં ન્હાવા ગયો હતો ત્યારે પાણીમાં ગરકાવ થતાં મોત નિપજ્યું હતું. બાળકના મોતથી તેઓનાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
બનાવની વિગત મુજબ કોઠારીયા સોલવન્ટના શિવમનગરમાં રહેતો આકાશ બાબુરામ ગૌતમ (ઉ.વ.14) નામનો બાળક તેના મિત્ર સાથે ખોખડદડ નદીમાં ન્હાવા ગયો હતો. ત્યારે આકાશ ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડુબવા લાગતાં તેના મિત્રએ તુરંત તેના પરિવારજનોને જાણ કરી હતી. બનાવ અંગે જાણ થતાં તેમાંના પરિવારજનો, ફાયરની ટીમ અને આજીડેમ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ફાયર બ્રિગેડની ટીમે ઉંડા પાણીમાં ગરકાવ થયેલા તરૂણની શોધખોળ હાથ ધરતાં તરૂણનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદ આજીડેમ પોલીસે મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.