રાજકોટ મુંજકા-૨ પ્રાથમિક શાળામાં ધોરણ.૮ ના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ટેબલેટ અપાયા.
રાજકોટ શહેર તા.૩/૧૨/૨૦૨૪ ના રોજ પાટી-પેન થી શરુ થતું શિક્ષણ આજે ટેબલેટ આધારીત થઈ ગયું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત શ્રી.મુંજકા-૨ પ્રાથમિક શાળામાં નવા સત્રની શરૂઆતમાં જ અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા All up (ઓલ અપ) પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ.૮ ના વિદ્યાર્થીઓને નિશુલ્ક ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું છે. All up પ્રોજેક્ટ દ્વારા બાળકોને તમામ વિષયોનુ જ્ઞાન સરળતાથી આપવા માટે આ પ્રોજેક્ટ અંતર્ગત વિતરણ કરવામાં આવેલા ટેબલેટમાં બધા જ વિષયોના બેસ્ટ ટીચર્સના વિડીયો ઓફલાઈન જોઈ શકાય તેવી વ્યવસ્થા છે, જેથી માતા પિતાને ઇન્ટરનેટ ખર્ચ ન કરવો પડે અને ઈન્ટરનેટ વગર બાળકો ઘરે બેઠા પોતાને ન આવડતા વિષયો સારી રીતે શીખી શકે છે. આ ટેબલેટમાં શિક્ષણ સિવાય અન્ય કોઈપણ કાર્ય થઈ શકશે નહીં. મુંજકા-૨ પ્રાથમિક શાળામાં દર વર્ષે શિક્ષકો દ્વારા વિશિષ્ટ પ્રવૃત્તિ પરીક્ષાઓની તૈયારી શાળા સમય સિવાય વધારાના સમયમાં કરાવવામાં આવે છે. આ વર્ષે All up પ્રોજેક્ટ અંતર્ગત ગણિત વિજ્ઞાન અંગ્રેજી જેવા કઠિન લગતા વિષય સરળતાથી સમજી શકશે. સરકારી શાળામાં ભણતા સામાન્ય વર્ગના લોકોના બાળકો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. શાળાના આચાર્ય મુઝમ્મીલભાઈએ જણાવ્યું હતું કે, ઓલ અપ પ્રોજેક્ટથી શાળાના બાળકોને ગણિત વિજ્ઞાન અંગ્રેજી જેવા વિષયો સરળતાથી શીખી રહ્યા છે. શાળાના બાળકો દ્વારા ટેબ્લેટનો દુરુપયોગ ન થાય તેમજ ઈન્ટરનેટ રિચાર્જ ખર્ચ પણ ન થાય તે માટે તેમાં સીમકાર્ડ રાખેલ નથી. ફકત ઓફલાઈન વિડિયો જોઈને વિષયોનું સરળતા થી જ્ઞા મેળવે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી બાળકોમાં સ્વવિવેકથી શીખવાની તક પણ મળશે. આ પ્રોજેક્ટ ખરેખર સરકારી શાળાના બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.