મનપા દ્વારા પોલીસ અને વેપારીઓની સાથે બેઠકો યોજી પાર્કિગ મેપ તૈયાર થશે, ‘ગેસ્ટ પાર્કિંગ બહાર’ મુદ્દો મહત્વનો
રાજકોટ શહેરનાં ઢેબર રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતનાં જૂના વિસ્તારો તેમજ કેટલાક નવા વિસ્તારોમાં પાર્કિંગની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. લાંબા સમયથી પોલીસ અને મનપા તંત્ર દ્વારા આ સમસ્યા ઉકેલવાનાં વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે હજુ પણ આ સમસ્યા યથાવત છે, ત્યારે મ્યુ. કમિશનર આનંદ પટેલે ફરી એકવાર રાજકોટ શહેરમાંથી પાર્કિંગ સમસ્યાને દૂર કરવા કવાયત હાથ ધરી છે. જેમાં પોલીસ તેમજ વિવિધ વિસ્તારનાં વેપારીઓ સાથે બેઠકો યોજી પાર્કિંગ માટેની પોલીસી તૈયાર કરવામાં આવશે. જેમાં 'ગેસ્ટ પાર્કિંગ બહાર' સહિતની બાબતે મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.