દિલ્હી વિધાનસભા ચૂંટણી અપડેટ્સ:કેજરીવાલના ઘર સુધી BJPની પૂર્વાંચલ સન્માન કૂચ; કાર્યકરોએ બેરિકેડ તોડ્યા, પોલીસે વોટર કેનનથી ફાયરિંગ કર્યું
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ વિરોધ માર્ચ કાઢી રહ્યા છે. આ માર્ચ અશોક રોડથી કેજરીવાલના ઘર સુધી કાઢવામાં આવી રહી છે. ભાજપે તેનું નામ પૂર્વાંચલ સન્માન માર્ચ રાખ્યું છે. સાંસદ મનોજ તિવારી તેનું નેતૃત્વ કરી રહ્યા છે. વિરોધ દરમિયાન ભાજપના કાર્યકરો બેનર અને પોસ્ટર લઈને આવ્યા છે. જેમાં લખ્યું છે કે- કેજરીવાલ પૂર્વાંચલ વિરોધી છે. કેજરીવાલે પૂર્વાંચલીઓને નકલી મતદાર કહ્યા, માફી માગો. જોકે, પ્રદર્શનકારીઓને રોકવા માટે કેજરીવાલના ઘરની બહાર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. તેઓ તેને તોડીને આગળ વધ્યા. આ પછી પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા અનેક કાર્યકરોની અટકાયત કરી છે. દિલ્હી ચૂંટણી સંબંધિત આજના અપડેટ્સ જાણવા માટે બ્લોગ પર જાઓ...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.