રાજકોટ એસ.ટી ડિવિઝને ગિરનાર પરિક્રમામાં ફળી, રૂ. 20 લાખથી વધુની આવક
પરિક્રમા માટે એસ.ટી.એ એક્સ્ટ્રા બસ મૂકવી પડી
રાજકોટ એસ.ટી ડિવિઝને ગિરનાર પરિક્રમામાં શ્રદ્ધાળુઓને જવા માટે સરળ સુવિધા મળી રહે તે માટે રાજકોટથી દરરોજ 20થી વધુ બસ દોડાવી હતી. રાજકોટ અને જૂનાગઢ વચ્ચે એસ.ટી બસ રાઉન્ડ ધી કલોક દોડાવવામાં આવી હતી. કોરોના મહામારી બાદ બે વર્ષ પછી શરૂ થયેલી લીલી પરિક્રમા કરવા માટે ગુજરાતભરમાંથી ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા ઊમટ્યાં હતા. ભાવિકોનો ટ્રાફિક એટલો હતો કે જૂનાગઢ તરફની તમામ બસ હાઉસફુલ દોડી હતી, એક્સ્ટ્રા બસ મૂકવી પડી હતી. દર વર્ષની જેમ આ વર્ષ પણ રાજકોટ એસ.ટી ડિવિઝનને ગિરનાર લીલી પરિક્રમાના એક્સ્ટ્રા સંચાલનની 20 લાખથી વધુની આવક થઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.