આ મહિને મળશે ભાજપને નવું નેતૃત્વ:મોદી-ભાગવતની મુલાકાતમાં નડ્ડાના ઉત્તરાધિકારીની થઈ ચર્ચા, સંગઠનાત્મક ચૂંટણીઓ જલદી પૂર્ણ કરવાનો નિર્દેશ - At This Time

આ મહિને મળશે ભાજપને નવું નેતૃત્વ:મોદી-ભાગવતની મુલાકાતમાં નડ્ડાના ઉત્તરાધિકારીની થઈ ચર્ચા, સંગઠનાત્મક ચૂંટણીઓ જલદી પૂર્ણ કરવાનો નિર્દેશ


ભાજપને આ મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુર મુલાકાત બાદ ચૂંટણીપ્રક્રિયામાં વેગ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 30 માર્ચે મોદી અને RSSના વડા મોહન ભાગવત વચ્ચે થયેલી મુલાકાતમાં નવા અધ્યક્ષના નામ પર ચર્ચા થઈ હતી. મોદી નાગપુરથી પાછા ફર્યા પછી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે પણ વાતચીત કરવામાં આવી. વડાપ્રધાને વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષને રાજ્યોની સંગઠનાત્મક ચૂંટણીઓ ટૂંક સમયમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને નડ્ડા અને બીએલ સંતોષને આ મહિને જ ભાજપ અધ્યક્ષ ચૂંટણી પૂર્ણ કરવા જણાવ્યું છે. ભાજપે અત્યારસુધીમાં 13 રાજ્યમાં પ્રદેશ પ્રમુખોની પસંદગી કરી છે. રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી કરવા માટે 19 રાજ્યમાં ચૂંટણીઓ પૂર્ણ કરવી જરૂરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત બાકીનાં મોટા ભાગનાં રાજ્યોના પ્રદેશ પ્રમુખોનાં નામ આગામી અઠવાડિયા સુધીમાં જાહેર કરવામાં આવશે. એનો અર્થ એ કે 50 ટકા રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા પછી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. હાલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પાર્ટીના અધ્યક્ષ છે
જેપી નડ્ડાને 2019માં કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને જાન્યુઆરી 2020માં તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો. હવે જ્યારે તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા છે ત્યારે પાર્ટીએ નવા પ્રમુખની પસંદગી કરવાની છે. ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે પાર્ટીનું બંધારણ ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે એક નિશ્ચિત નિયમ અને પ્રક્રિયા છે. આ નિયમોનું પાલન કરવામાં વિલંબ થવાને કારણે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અત્યારસુધી યોજાઈ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image