ભાજપ પોતાના ત્રણ જમાઇને વિપક્ષ પાછળ લગાવી દે છે : તેજસ્વી - At This Time

ભાજપ પોતાના ત્રણ જમાઇને વિપક્ષ પાછળ લગાવી દે છે : તેજસ્વી


- સીબીઆઇ, ઇડી, આઇટીને તેજસ્વીએ ભાજપના જમાઇ ગણાવ્યા - જ્યાં પોતાની સત્તા ન હોય ત્યાં ભાજપ એજન્સીઓને દોડાવે છે : ઉપમુખ્યમંત્રીપટણા : બિહારમાં સીબીઆઇ અને ઇડીના દરોડાને કારણે રાજકારણ ગરમાયું છે.  આરજેડીના નેતા તેજસ્વી યાદવે ટોણો મારતા કહ્યું છે કે ભાજપ પોતાના ત્રણ જમાઇ ઇડી, સીબીઆઇ અને આઇટીને આગળ કરી દે છે. વિધાનસભામાં તેજસ્વી યાદવે આ નિવેદન આપતા હંગામો મચી ગયો હતો અને ભાજપે વિરોધ કર્યો હતો. જ્યારે દરોડા પર સ્પષ્ટતા કરતા તેજસ્વી યાદવે કહ્યુ હતું કે ગુરુગ્રામમાં જે મોલ પર દરોડા પાડવામાં આવ્યા તે મારો નથી, આ મોલનું ઉદઘાટન ભાજપના સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓેએ ટોણો મારતા કહ્યું હતું કે જો તમે ભાજપની સાથે રહેશો તો રાજા હરિશ્ચંદ્ર બની જશો, જોકે મેહુલ ચોક્સી, નીરવ મોદી, લલિત મોદી જેવાએ દેશને લૂટયો ને વિદેશ જતા રહ્યા તેમના પર ભાજપની કોઇ જ નજર નહોતી. વિધાનસભામાં વિશ્વાસમત પહેલા તેજસ્વી યાદવે કહ્યું હતું કે ભાજપ જ્યાં પણ સત્તામાં નથી ત્યાં પોતાના ત્રણ જમાઇઓ ઇડી, સીબીઆઇ, આઇટીને આગળ કરી દે છે. અમે ભાજપને પૂછવા માગીએ છીએ કે તમારી પાસે એવું શું જાદુ છે કે તમે જ્યારે સત્તામાં હોવ ત્યારે મંગલરાજ આવી જાય છે અને સત્તામાંથી જતા રહો કે તરત જ જંગલરાજ આવી જાય છે? બિહારમાં જંગલરાજ હોવાનું કહેવુ બિહારની આત્માને ગાળો આપવા બરાબર છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.