દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાઓમાં થયેલા વધારા મામલે અશોક ગેહલોતના નિવેદનથી ભાજપ એક્શનમાં
- ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ જયહિંદે કહ્યું હતું કે, 'ગેહલોતે બળાત્કારીઓને નહીં પરંતુ દુષ્કર્મના આકરા કાયદાઓને દોષી ગણાવ્યા!નવી દિલ્હી, તા. 07 ઓગષ્ટ 2022, રવિવારરાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુષ્કર્મની ઘટનાઓ અંગે એક વિચિત્ર પ્રકારનું નિવેદન આપ્યું છે. ગેહલોતના કહેવા પ્રમાણે નિર્ભયા કાંડ બાદ દોષિતોને ફાંસી આપવાનો કાયદો આવ્યો જેથી દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે. ગેહલોતે દેશમાં જોવા મળી રહેલા આ ખતરનાક ચલણને (ટ્રેન્ડ) ચિંતાનો વિષય ગણાવ્યો હતો. ભાજપ દ્વારા પ્રહારોમુખ્યમંત્રી ગેહલોતના આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ તેમના પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ જયહિંદે કહ્યું હતું કે, 'ગેહલોતે બળાત્કારીઓને નહીં પરંતુ દુષ્કર્મના આકરા કાયદાઓને દોષી ગણાવ્યા! તેમણે એમ કહ્યું કે, નિર્ભયા બાદ કાયદા આકરા થવાના કારણે દુષ્કર્મ સંબંધિત હત્યાઓ વધી! આ કંઈ પહેલું નિવેદન નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, બળાત્કારના મોટા ભાગના કેસ બોગસ છે! તેમના મંત્રીએ કહ્યું કે, મુર્દાઓનો પ્રદેશ છે એટલે બળાત્કાર થાય છે પરંતુ પ્રિયંકાજી ચૂપ છે?'શહજાદે કહ્યું હતું કે, મહિલા અત્યાચારના કેસમાં રાજસ્થાન અવ્વલ હોવા છતાં પણ પ્રિયંકા વાડ્રા ચૂપ છે. અનેક નેતાઓના દુષ્કર્મ અંગેના નિવેદનો બાદ પણ તેઓ ચૂપ છે કારણ કે, હુલ્લડોથી શરૂ કરીને બળાત્કાર સુધીના દરેક મામલે રાજસ્થાનનો કાયદો અને વ્યવસ્થા હાથમાંથી સરી ગયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.