વિધાનસભા ચૂંટણીપૂર્વે પાટીદાર વોટબેંક અંકે કરવા સરકારના પ્રયાસ: મુખ્યમંત્રી સાથે કાલે 25 મુદ્દાઓ સાથે કરશે બેઠક
અમદાવાદ, તા. 6 જુલાઇ 2022, બુધવાર વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ ઝડપી થઇ રહી છે. 2022ની ચૂંટણી આવતા રાજ્યમાં પાવર પોલિટીક્સનો દોર પણ વધતો જોવા મળી રહ્યો છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ બેઠક પાટીદારો અગ્રણીઓની આવતીકાલે બેઠક યોજાવવાની છે.બિન અનામત આયોગ-નિગમ તથા સમાજના પ્રવર્તમાન પ્રશ્નો સહિત મુખ્ય 25 મુદ્દાઓ સાથે 15 જુન 2022ને બુધવારના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- વિશ્વઉમિયાધામ, જાસપુર અમદાવાદ ખાતે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના અગ્રણીઓની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં પાટીદાર અગ્રણીઓની થયેલી ચર્ચા અને પાટીદાર ઓર્ગેનાઈઝેશન કોર્ડિનેશન કમિટીના કન્વીનરશ્રી આર.પી. પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત માટે લખેલા પત્ર સંદર્ભે આવતી કાલે 07/07/22, ગુરૂવારે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને સવારે 10 વાગ્યે એક મિટિંગ મળવાની છે. જેમાં પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના પ્રમુખશ્રી/મંત્રીશ્રી એવમ્ મુખ્ય ટ્રસ્ટીશ્રીઓ હાજર રહેશે.મુખ્યમંત્રીશ્રી સાથે મિટિંગના મહત્વના મુદ્દાઓ1) બિન અનામત આયોગ અને નિગમમાં સવર્ણ સમાજને થઈ રહેલા અન્યાય અંગે ચર્ચા થશે2) બિન અનામત આયોગ અને નિગમની હાલની 500 કરોડની ગ્રાન્ટ વધારવા બાબત3) સવર્ણ સમાજના વિદ્યાર્થીઓને મળતી વિદેશ લોનની રકમ વધારીને 25 લાખ કરવા બાબત4) બિન અનમાત આયોગ અને નિગમને શિક્ષણ વિભાગમાં સમાવેશ કરવા બાબત5) બિન અનામત નિગમની તમામ સહાયમાં સહાયની રકમ 30,000 કરવા બાબતમુખ્યમંત્રીશ્રી સાથેની મિટિંગના હાજર રહેનાર સંસ્થાઓ1) વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જાસપુર, અમદાવાદ2) સમસ્ત પાટીદાર સમાજ, સુરત3) ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સિદસર4) ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ5) અન્નપુર્ણાધામ, અડાલજ, ગાંધીનગર6) ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા 7) ધરતી વિકાસ મંડળ, નારણપુરા, અમદાવાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.