જાફરાબાદ બંદરચોકમા આવેલ યુરનલ બ્લોક માં પડેલ મસમોટા ખાડા : પરંતુ પાલિકા ના ધ્યાન ઉપર આવતું નથી
જાફરાબાદ બંદરચોકમા આવેલ યુરનલ બ્લોક માં પડેલ મસમોટા ખાડા : પરંતુ પાલિકા ના ધ્યાન ઉપર આવતું નથી
જાફરાબાદ બંદરચોક માં આવેલ યુરનલ બ્લોક માં પડેલ ખાડા ના કારણે રાત્રીના સમયે અંધારપટ માં કોઈ મુસાફર શૌચાલય માં જાય અને આ પડેલા જીવલેણ ખાડો કોઇ મુસાફર નો પગ ભાંગી નાખે તેવો ખાડો પડ્યો હોવા છતાં પાલિકા ના જવાબદાર અધિકારી ના ધ્યાન ઉપર આવતું નથી આ બાબતે અગાઉ અખબાર ના માધ્યમથી પેપરમાં સમાચાર પ્રસિદ્ધ થયા હતાં અને આ પેપર ના કટિંગ ચિફ ઓફિસર ના વોટ્સ નંબર ઉપર મોકલેલ તથા આ બંદરચોક શૌચાલય માં પડેલા મસમોટા ખાડા બાબતે જાગૃત નાગરિક દ્વારા પાલિકા ચિફ ઓફિસર ને મોબાઈલ દ્વારા આ શૌચાલય માં પડેલા ખાડા વિશે જણાવેલ અને ચિફ ઓફિસ દ્વારા જાગૃત નાગરિક ને જણાવેલ કે આ બંદરચોક ની શૌચાલય માં પડેલા ખાડો ટુંક સમયમાં પુરી દેવામાં આવશે પરંતુ આજદિન સુધી આ શૌચાલય માં પડેલો ખાડો પુરવામાં આવ્યો નથી તો શું કોઈ મુસાફર આ પડેલા ખાડા માં હાથ-પગ ભાંગે ત્યારે પુરવામાં આવશે કે પછી કોઈ સિનિયર સિટીઝન કે કોઈ મુસાફર આ શૌચાલય માં પડેલા ખાડા ના લીધે પગ મૂકતાં પડી જતાં કોઈ મોટી જાનહાનિ સર્જાય અને કોઈ ગંભીર રીતે પડે અને માથું ફાડી જાય મસમોટા ખાડા પડતા રાત્રીના સમયે મુસાફર જનતા અધવચ્ચે ખાડા ના લીધે કોઈ સિનિયર સિટીઝન કે રાહદારીઓ મુસાફર લોકો રાત્રીના સમયે આ શૌચાલય મસમોટા ખાડા ના લીધે કોઈ મોટી જાનહાનિ થઇ શકે છે. કારણ કે રાત્રીના સમયે અંધારપટ હોવાથી આ શૌચાલય માં પડેલા ખાડા ના લીધે હાથ પગ ભાંગી જાય તેવી રીતે અધવચ્ચે જોખમ રૂપ ખાંડા નગરપાલિકા ના જવાબદાર અધિકારી ના ધ્યાન ઉપર આવતું નથી આ
યુરનલ બ્લોક શૌચાલય બંદચોકમાં આવેલ હોવાથી અહીં જુનું બસસ્ટેશન હોવાથી મુસાફર તેમજ મોટી સંખ્યામાં રાહદારીઓ અહીં ના લોકો વેપારીઓ આ શૌચાલય માં જતા હોય છે. પરંતુ પાલિકા ની જાણવણી ના થતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આ શૌચાલય ને સાફસફાઈ કરવામાં ફક્ત પાણી નો છંટકાવ કરી સફાઈ કર્મચારીઓ ચાલ્યા જાય છે. આ શૌચાલયમાં એંસીડ કે કોઈ પાવડર થી સાફસફાઈ થતી નથી આ બાબતે પાલિકા ના જવાબદાર અધિકારી ધ્યાન ઉપર લઇ તાત્કાલિક ધોરણે પડેલા ખાડા ને પુરવામાં આવે અને સ્વચ્છત રીતે સાફસફાઈ કરવામાં આવે તેવી માંગ લોકો માંથી ઉઠી છે.
રિપોર્ટર
યોગેશ કાનાબાર
રાજુલા
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.