જેતપુરમાં હિન્દુ – જૈન ધર્મના પવિત્ર તહેવારો નિમિત્તે કતલખાનાઓ અને માંસ મટનનું વેચાણ બંધ રાખવા આવેદન અપાયું
જેતપુરમાં આગામી દિવસોમાં આવતાપર્યુસણ પર્વ નિમિત્તે તમામ કતલખાનાઓ બંધ કરાવી વેચાણ પર પ્રતિબંધ કરાવવા હિન્દુ સેના દ્વારા નગરપાલિકા અને મામલતદારને આવેદન પત્ર પાઠવી અપીલ કરી છે.
હિન્દુઓના પવિત્ર તહેવાર તરીકે શ્રાવણ માસ આસ્થા ભર્યો રહે છે. આ માસમાં ખાસ કરીને શિવજીની ઉપાસના કરી ભગવાન ભોળાને રીઝવવા ભક્તો અથાગ પ્રયત્નો કરે છે. ઉપરાંત વિવિધ ધાર્મિક પૂજા-અર્ચના તેમજ દેવતાઓની આરાધના થાય છે. જેથી હિન્દુઓના ધાર્મિક તહેવાર તેમજ આગામી જૈન સમાજના પર્યુષણ પણ શરૂ થતા હોય કોઈ પશુના કતલ ના થાય તેમજ રોગચાળો ના ફેલાય તે હિતને લઈ જેતપુરમાં ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ સેના એક સાથે મળી મામલતદાર તેમજ ચીફ ઓફીસરને આવેદનપત્ર આપ્યું હતું.
આગામી તા ૩૧/૦૭ થી પાવન પવિત્ર પર્વવિરાજ પર્યુપણે તથા ૦૫/૦૮ થી શ્રાવણ મહિનો શરૂ થતો હોય . જયારે મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરએ જાહેરનામું બહાર પાડી માંસ. મટન,, ઇંડા ની લાગે -ગલ્લા તથા કતલખાનાઓ બંધ રાખવા ફરમાન જાહેર કરેલ છે.જ્યારે નગર પાલિકા વિસ્તારમાં ચીફ- ઓફિસર દ્વારા પણ આવું જાહેરનામું પાડી, માંસ, મટન, ઇડાની લારી-ગલ્લાઓ તથા કતલખાનાઓ બંધ કરવા જાહેરનામું બહાર પાડી, જેતપુરમાં ચાલતા કતલખાનાઓ તેમજ માસમાં તને લારીઓ બંધ કરાવવા માટે હિન્દુ સેના દ્વારા આવેદન પત્ર પાઠવ્યું હતું.
અહેવાલ આશિષ પાટડિયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.