રાજકોટ શહેર ડો.આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાના મુદ્દે દલિત આગેવાન દ્વારા આત્મવિલોપનની ચીમકી.
રાજકોટ શહેર તા.૩/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર પ્રેમ મંદિર પાસે RMC ના પ્લોટમાં ફરી ડો.આંબેડકરની પ્રતિમા પ્રસ્થાપિત કરવા સહિતના જુદા-જુદા ૪ મુદ્દે રાજકોટનાં દલિત આગેવાન માવજીભાઈ રાખશીયા દ્વારા મ્યુ.કોર્પોરેશન, કલેક્ટર અને પોલીસ સતાવાળાઓ સમક્ષ લડત ચલાવી રહ્યા છે. અને આ ૪ મુદ્દે સરકાર તાત્કાલિક તપાસ કમિટીની રચના કરે તેવી માંગ કરાઈ છે. અને તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં તપાસ કમિટી ન રચાઈ તો રાખશીયાએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. આ દલિત અગ્રણીનો છેલ્લા ત્રણેક દિવસથી સંપર્ક પણ થઈ રહ્યો નથી. ત્યારે આ આગેવાન ડિપ્રેશનમાં કોઈ ખોટું પગલું ભરે તે માટે સતાવાળાઓ આ ૪ પ્રશ્નોનો વ્હેલી તકે હલ લાવે અને તપાસ કમિટીની રચના કરે તેવી માંગણી રાજકોટનાં પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમારે કરી છે. તેઓએ આજરોજ જણાવેલ હતું કે રા.મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓની સહમતીથી પ્રેમ મંદિર પાસેના RMC ના પ્લોટમાં PPP ના નામે આર્થીક કૌભાંડ આચરવા માટે ત્યાંથી ૨૦ વર્ષ જુનું ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ઉખાડીને ફેંકી દિધેલ છે. તથા દલિતોની ખેતી મંડળીની જમીન મુળજી કચરા ચાવડા દ્વારા ગેરકાયદેસરની મદદગારી કરીને પોલીસે દલિતોને નુકશાન પહોંચાડેલ છે. ઉપરાંત રા.મ્યુ. કોર્પોરેશનના SEWS ના OBC/SC/ST માટેના અનામત પ્લોટો ઉપર ગેરકાયદેસર હેતુફેર કરી બગીચો અથવા ખાનગી કંપનીઓને આપી પછાતોના હિતોને નુકશાન પહોંચાડેલ છે. જે બાબતને ઉજાગર કરવા માટે માવજીભાઈ રાખશીયા લડત ચલાવી રહ્યા છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.