મેયર પ્રદીપ ડવ સહિત 11 કોર્પોરેટરે કહ્યું, OBC અનામતમાં વધારો કરો, 10થી 27 ટકા કરવા આયોગને ભલામણ કરી
નિવૃત્ત જજની અધ્યક્ષતાના સમર્પિત આયોગે બે દિવસ રાજકોટમાં કરી સુનાવણી
સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી 1000થી વધુ રજૂઆતો આવી, બધામાં અનામતની ટકાવારી વધારવા માગ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજને અનામત માટે સમર્પિત આયોગની રચના કરાઇ છે જેના ચેરમેન હાઈકોર્ટના નિવૃત્ત જજ કલ્પેશ ઝવેરી છે જેઓ આયોગ સાથે રાજકોટમાં બે દિવસ સુનાવણી કરી હતી અને રજૂઆતો સાંભળી હતી. જેમાં ઓબીસી અનામત જે હાલ 10 ટકા છે તે વધારીને 27 ટકા કરવા માગ કરાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.