બોટાદ નગરપાલિકા દ્વારા રખડતા પશુ પકડવાની કામગીરી; પશુપાલકોને પશુ જાહેરમાં છુટા ન મુકવા સુચિત કરાયા - At This Time

બોટાદ નગરપાલિકા દ્વારા રખડતા પશુ પકડવાની કામગીરી; પશુપાલકોને પશુ જાહેરમાં છુટા ન મુકવા સુચિત કરાયા


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રખડતા પશુઓ પૈકી આખલા પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં જાહેર રસ્તા પર રખડતી ગાયો પણ પકડવામાં આવશે તેવુ સુચિત કરવામાં આવ્યું છે. જે અન્વયે નગરપાલિકા દ્વારા પશુપાલકોને તેમના દુધાળા પશુઓ જાહેરમાં છુટા ન મુકવા જાણ કરવામાં આવે છે. સુચનાનું પાલન નહીં થાય તો પશુપાલકોના રખડતા પશુને પકડીને ગૌશાળા ખાતે મુકવામાં આવશે જેની નોંધ લેવા નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.