ગઢડા તાલુકાના ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. - At This Time

ગઢડા તાલુકાના ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.


ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગના ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઈઆરટી) દ્વારા રાજ્યના બાળકોમાં પડેલ વૈજ્ઞાનિક પ્રતિભાને ઉજાગર કરવા માટે પ્રતિવર્ષ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે,તેના ભાગરૂપે બોટાદ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેનું જિલ્લા કક્ષાનું બાળ પ્રદર્શન 9 મી ડિસેમ્બરના રોજ ગઢડા તાલુકાના ઉગામેડી ધર્મનંદન અમૃત સરોવર ખાતે મહાનુભાવોનાં હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું.

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા દીપ પ્રાગટય કરી શરૂઆત કરવામાં આવી હતી તેમજ રવિગો વિદ્યામંદિરની દીકરીઓ દ્વારા સ્વાગતગીત કરવામાં આવ્યું.ત્યારબાદ બોટાદ ડાયેટ ના લેકચરર ડૉ. અનિલ ધામેલીયા દ્વારા સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું પુસ્તક અને ખાદીના રૂમાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રસ્તુત કાર્યક્રમમાં લાલજીભાઈ પટેલ (ચેરમેનશ્રી, ધર્મનંદન ડાયમંડ, સુરત), રાજુભાઇ ચૌહાણ (ચેરમેનશ્રી કારોબારી સમિતિ બોટાદ),ડૉ. ભરતભાઈ વાઢેર (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, બોટાદ),પોપટભાઈ અવૈયા (સભ્યશ્રી, શિક્ષણ સમિતિ બોટાદ),હિરેનભાઈ ભટ્ટ (પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બોટાદ),સિદ્ધરાજસિંહ વાળા (મામલતદાર, ગઢડા)જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહદેવસિંહ ગોહિલ, રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના જિલ્લા પ્રમુખ જનકભાઈ સાબવા તેમજ બોટાદ જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ભરતભાઈ વાઢેરે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે " આજે વિજ્ઞાન અને ટેકનોલોજી એ માનવ જીવનનું અભિન્ન અંગ છે." ધર્મનંદન ડાયમંડ, સુરતના ચેરમને લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે " વિજ્ઞાન અને ટેકનોલોજીના આ સમયમાં આપણે ટેકનોલોજીનો સદઉપયોગ કરવો જોઈએ,ટેકનોલોજીનો દુરુપયોગ ટાળવો જોઈએ."

ધર્મનંદન ડાયમંડ, સુરતના ચેરમેન લાલજીભાઈ પટેલ દ્વારા ડેલ કંપનીના લેપટોપ બેગ અને KR શ્રોફ ફાઉન્ડેશન દ્વારા ફોલ્ડર ફાઈલ તેમજ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શિલ્ડ આપી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમની આભારવિધિ ડાયટ પ્રાચાર્યશ્રી હિરેનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટીમ બોટાદ અને BRC ભવન ગઢડા ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.