બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે વિસામણ બાપુ ની જગ્યામાં ભાઈબીજ ના દિવસે ભક્તોની ભીડ જોવા મળી - At This Time

બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે વિસામણ બાપુ ની જગ્યામાં ભાઈબીજ ના દિવસે ભક્તોની ભીડ જોવા મળી


(અજય ચૌહાણ દ્વારા)
વિસામણબાપુની જગ્યામાં ભાઈબીજના પાવન દિવસે લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. બોટાદ જિલ્લાનું પાળીયાદ ગામે લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર સુપ્રસિદ્ધ યાત્રાધામ વિસામણ બાપુની જગ્યા આવેલી છે. વિસામણબાપુની જગ્યા વિહળ ધામ તરીકે પ્રચલિત છે ત્યારે અહીંયા દર અમાસે મેળો ભરાતો હોય છે અને હજારોની સંખ્યામાં ભક્તો ઠાકરના દર્શન કરવા આવતા હોય છે. હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે અને આજે ભાઈબીજનો પવિત્ર દિવસ છે. ત્યારે પાળીયાદ વિસામણ બાપુની જગ્યા ખાતે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે, પાળીયાદ વિસામણ બાપુની જગ્યા ખાતે સવારથી જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઠાકરના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તેમજ પાળીયાદ જગ્યા તરફથી યાત્રાળુઓ માટે રહેવા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેથી યાત્રાળુઓમાં આનદ જોવા મળ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.