દરેડ વિસ્તારમાં આઠ માસના બાળક ને તેડીને પગપાળા ચાલીને જઈ રહેલી મહિલાને બાઈક ચાલકે અડફેટમાં લીધી
- આઠ માસના માસુમ બાળકનું ફેકાઈ જવાના કારણે કરુણ મૃત્યુ: જ્યારે માતાને ફેક્ચર સહિતની ઈજાજામનગર,તા.04 ઓગષ્ટ 2022,ગુરૂવારજામનગર નજીક દરેડ વિસ્તારમાં ગોજારો અકસ્માત બન્યો હતો. મારવાડી જ્ઞાતિની એક મહિલા પગપાળા ચાલીને પોતાના આઠ માસના પુત્રને લઈને પગપાળા ચાલીને જઈ રહી હતી, જે દરમિયાન રાત્રિના ૧૧.૦૦ વાગ્યાના અરસામાં પાછળથી આવી રહેલા એક બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં તેના હાથમાં રહેલું બાળક ઉછળીને જમીન પર ફેંકાયું હતું, અને કરૂણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે મહિલા પણ ઘાયલ થઈ છે. પોલીસે બાઈક સામે ગુનો નોંધ્યો છે.જામનગર નજીક દરેડ વિસ્તારમાં મારવાડી વાસ માં રહેતી કનીયાબેન ધર્મેશભાઈ રાઠોડ નામની ૨૨ વર્ષની યુવતી પોતાના આઠ માસના બાળકને હાથમાં રાખીને પગપાળા ચાલીને વસ્તુ લેવા માટે જઈ રહી હતી. જે દરમિયાન રાત્રિના ૧૧.૦૦ વાગ્યાના અરસામાં પાછળથી પૂરપાટ વેગે આવી રહેલા જી.જે.-૧૦ બી.એ. ૫૦૦૩ નંબરના બાઈકના ચાલકે કનીયાબેન ને ઠોકરે ચડાવતાં તેણી ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ હતી, અને ફેક્ચર સહિતની ઈજા થઈ છે. ઉપરાંત તેના હાથમાં રહેલું આઠ માસનું બાળક (બાબો) કે જે હાથમાંથી ઉછળીને માર્ગ પર દૂર ફેંકાયો હતો, અને તેને હેમરાજ સહિતની ગંભીર ઈજા થતાં સ્થળ પર બેશુદ્ધ બન્યો હતો. જેને તાબડતોબ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. માતાની હાથમા જ રહેલા બાળકનું મૃત્યુ નીપજતાં તેણીએ હૈયાફાટ રૂદ્દન કર્યું હતું.આ અકસ્માતના બનાવવા અંગે કનીયાબેનના પતિ ધર્મેશ ભાઈ મારવાડીએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે પણ ઇજાગ્રસ્ત બન્યો હોવાથી સારવાર મેળવી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.