સોમનાથ ખાતે યોજાયું ફિસરમેન અવેરનેસ જાણકારી સતર્કતા કાર્યક્રમ આ આગાઇ દર વર્ષે ૩૦ થી ૩૫ બોટો પાકિસ્તાન દરિયાઇ સીમા નજીકથી - At This Time

સોમનાથ ખાતે યોજાયું ફિસરમેન અવેરનેસ જાણકારી સતર્કતા કાર્યક્રમ આ આગાઇ દર વર્ષે ૩૦ થી ૩૫ બોટો પાકિસ્તાન દરિયાઇ સીમા નજીકથી


સોમનાથ ખાતે યોજાયું ફિસરમેન અવેરનેસ જાણકારી સતર્કતા કાર્યક્રમ

આ આગાઇ દર વર્ષે ૩૦ થી ૩૫ બોટો પાકિસ્તાન દરિયાઇ સીમા નજીકથી પકડાતી તેમા ઉત્તરોતર ધટાડો નોંધાયો છે.આ સુચવે છે કે માછીમારો જાગૃત થયા જ

આ કાર્યક્રમ માત્ર માછીમારો ને જાગૃત કરવા જ નહીં પરંતુ અમારો ઇરાદો પોલીસ સમાજ ના સારા લોકો સાથે સંવાદ કરે અને પોલીસ અને જનતા વચ્ચે ડર ઓછો થાય તે મેઇન હેતુ છે.
રેન્જ આઇજી જુનાગઢ નિલેશ જાજડીયા

જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અધ્યક્ષતામાં ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહિત ના માર્ગદર્શન હેઠળ દરીયાઇ સુરક્ષા બાબતે તેમજ માછીમાર ભાઇઓમાં અવેરનેશ લાવવા માટે સોમનાથ ના રામ મંદિર ઓડીટોરીયમ હોલ, ખાતે એક જાહેર ફીશરમેન અવેરનેશ કાર્યક્રમનું સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આયોજન કરવામાં આવેલ.

જુનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા એ આ પ્રસંગે સંબોધન મા જણાવ્યું કે પોલીસ ના ફંક્શનમાં આપ સૌની વિશાળ હાજરી જ સૂચવે છે કે તેઓ અમારી કામગીરીને મુલ્યવાન અને પ્રશંસનીય ગણો છો
આ કાર્યક્રમનો હેતુ માત્ર તમને જાગૃત કરવા માટે જ નથી પણ પોલીસ સારા લોકો સાથે સંવાદ કરે અને તેની સારપ અમોને ઉપયોગી થાય સાથો સાથ ગુન્હેગારોની નકારાત્મકતા ઓછી થાય અને સારા માણસોમાં પોલીસ નો ડર ઓછો થાય તે મેઇન હેતુ છે

સમાજ મા બધા સારા હોતા નથી કે બધા ખરાબ પણ હોતા નથી અને અમારામા પણ કોઈપણ ગુન્હેગાર હશે તેને અમે બચાવવા માગતા જ નથી

તમારી પાસે થી કોઈ મફત વસ્તુ પડાવે અને ખોટી રીતે હેરાન કરે તેને અટકાવવા જ છે ગુજરાત ના તમામ દરિયાઇ મરીન પોલીસ વિભાગમા આ જીલ્લો અગ્રેસર રહ્યો છે અને રાજ્ય દેશ લેવલે સિધ્ધિ હાંસલ કરી છે

જીલ્લા પોલીસ તંત્ર તથા પોલીસ અધિક્ષક ની ઉતમ કામગીરી કારણે આ આગાઇ દર વર્ષે ૩૦ થી ૩૫ બોટો પાકિસ્તાન દરિયાઇ સીમા નજીકથી પકડાતી તેમા ઉત્તરોતર ધટાડો નોંધાયો છે.
આ સુચવે છે કે માછીમારો જાગૃત થયા જ છે.
રેન્જ આઇ જી એ ૩૫૦ કરોડ ડ્રગ્સ પકડવાની કામગીરી બિરદાવી હતી.
પોલીસ તંત્રની કામગીરીમા મદદરૂપ થનાર વેરાવળ ખારવા સમાજના અગ્રણી કિશોરભાઇ કુહાડા તથા જીતુભાઈ કુહાડા નુ શાલ ઓઢાડી સન્માન રેંજ આઇજી એ કર્યુ હતું

ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા એ જણાવ્યું કે તમને તકલીફ ઓછી પડે અને સુરક્ષા પણ જળવાઈ તે હેતુ થી આ કાર્યકમ યોજાયો છે એસ. ઓ. જી પી આઇ ગઢવી એ માછીમાર દરિયા સબંધી કાયદાઓ અને સુધારાઓનુ સ્લાઇડ દ્વારા સ્કીન સબંધોન સાથે સમજુતી આપી.

આ કાર્યક્રમમાં વિગતો એસ. ઓ. જી પોલીસ સબ ઇન્સ્પેકટર વી. કે. ઝાલા પ્રભાસ પાટણ પી આઇ પટેલ આપી
આ કાર્યક્રમમાં વેરાવળ પાટણ ભીડીયા ઝાલેશ્ચર સહિત ના દરિયાઇ વિસ્તારના જેટલા માછીમાર આગેવાનો માછીમારો તથા ફીશરીઝ પોલીસ કોસ્ટગાર્ડ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા કાર્યકમ અંતે સંવાદ અને પ્રશ્નોતર કાર્યકમોમાં માછીમાર સમાજે ભાગ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.