*કંબોડિયા ગામના પાટિયા પાસે રોંગ સાઇડ પૂરઝડપે આવી રહેલા કારચાલકે બાઈકને અડફેટે લેતાં મોત થયું* - At This Time

*કંબોડિયા ગામના પાટિયા પાસે રોંગ સાઇડ પૂરઝડપે આવી રહેલા કારચાલકે બાઈકને અડફેટે લેતાં મોત થયું*


નેત્રંગ, નેત્રંગથી ઝંખવાવ જવાના રોડ પર કંબોડિયા ગામના પાટિયા પાસે એક કારચાલકે એક બાઈકચાલકને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ૫૫ વર્ષીય આધેડ બાઇકચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયાના ઉમલ્લા ખાતેના સસ્કારી દવાખાનામાં પટાવાળા તરીકે ફરજ બજાવતા નર્મદાના ડેડિયાપાડાના સામરપાડા (થપાવી) ગામના વતની કરણસીંગ રૂપા વસાવા (ઉં.વ.૫૫) ગત તા. ૧૦મીના રોજ ઉમલ્લાથી પોતાની બાઇક લઈ ઘરે જવા નીકળ્યા

હતા. તેઓ નેત્રંગથી ચાસવડ તરફ કોઈક કામ માટે ગયા બાદ ત્યાંથી પરત નેત્રંગ તરફ આવી રહ્યા હતા. દરમિયાન બપોરે રથી ૩ના અરસામાં કંબોડિયા ગામના પાટિયા પાસે નવી વસાહત તરફ જવાના રસ્તાના વળાંક પાસે રોંગ સાઈડે આવી રહેલી એક ફોરવ્હીલ ગાડીના ચાલકે આ બાઈકને અડફેટે લેતાં કરણસીંગને નેત્રંગ સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના સંદર્ભે નેત્રંગ પોલીસે કારચાલક નીરવ કરશન ચૌધરી (રહે., રૂંધા, તા.વાલિયા) વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.