ઝેરીલુ પાણી, બિહારના ભૂગર્ભ જળમાં યુરેનિયમ મળતા સરકારમાં હડકંપ
નવી દિલ્હી,તા.7.ઓગસ્ટ,2022 રવિવારભારતમાં ભૂગર્ભજળ દૂષિત થઈ રહ્યુ હોવાની સમસ્યા વકરી રહી છે.તેમાં પણ બિહારના કેટલાક વિસ્તારમાં તો ભૂગર્ભ જળમાં યુરેનિયમનુ પ્રમાણે નિયત માત્રા કરતા વધારે નોંધાયુ હોવાથી હડકંપ મચી ગયો છે.પાણીમાં ભળી રહેલા યુરેનિયમના અહેવાલો બાદ અધિકારીઓની ઉંઘ ઉડી ગઈ છે.સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પાણીના નમૂના એકઠા કરીને તેની તપાસ કરવામાં આવી હતી.જેમાં કેટલાક નમૂનામાં લિમિટ કરતા વધારે યુરેનિયમ મળી આવ્યુ છે.આ પ્રકારના પાણીના કારણે હાડકા અને કિડનીના રોગ થવાની સાથે સાથે કેન્સર થવાનુ પણ જોખમ રહેલુ હોય છે.બિહારના ગ્રાઉન્ડ વોટરના કેટલાક નમૂનામાં યુરેનિયમનુ પ્રમાણ 30 પાર્ટ પ્રતિ બિલિયન નોંધાયુ છે.કેટલીક જગ્યાએ આ આંકડો 40 થી50 પર પહોંચ્યો છે.અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે કુલ 10 જિલ્લાના પાણીના સેમ્પલ લખનૌ વધારે તપાસ માટે મોકલવામાં આવ્યા છે.જોકે ભારતમાં ભૂગર્ભ જળમાં યુરેનિયમના પ્રમાણ અંગેની કોઈ સચોટ માત્રા હજી સુધી નક્કી કરવામાં આવી નથી.આ પહેલા બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટી અને મહાવીર કેન્સર ઈન્સ્ટિટ્યુટ દ્વારા થયેલા સ્ટડીમાં પણ 10 જિલ્લાના ભૂગર્ભ જળમાં યુરેનિયમ મળ્યુ હતુ.યુરેનિયમ પાણીમાં જણાયા બાદ હવે બિહાર રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનુ કહેવુ છે કે, ગ્રાઉન્ડ વોટરમાં આર્સેનિક નામના કેમિકલની તપાસ દરમિયાન યુરેનિયમ હોવાનુ જાણવા મળ્યુ હતુ અને હવે ગ્રાઉન્ડ વોટર માટે એક ડિટેલ રિસર્ચની જરુર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.