બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર થયા કોરોના સંક્રમિત
- PM નરેન્દ્ર મોદીની પટના મુલાકાત પહેલા બિહારના ડેપ્યુટી સીએમ સહિત અનેક કેબિનેટ મંત્રીઓ પણ કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતુંપટના, તા. 26 જુલાઈ 2022, મંગળવારબિહારમાં કોરોનાવાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. બિહારમાંથી ફરી એકવાર મોટા સમાચાર આવી રહ્યા છે કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગે પણ પુષ્ટિ કરી છે કે, CM નીતિશ કુમાર કોરોના પોઝિટિવ થયા છે. હાલમાં ડોક્ટરોએ CM નીતિશ કુમારને આરામ કરવાની સલાહ આપી છે.Bihar Chief Minister Nitish Kumar tests positive for #COVID19, he has been suffering from fever for the past four days.(File photo) pic.twitter.com/EnNqsGVGWd— ANI (@ANI) July 26, 2022 આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી મુખ્યમંત્રી નીતિશ કુમારની તબિયત સારી નહોતી. સોમવારે રાત્રે મુખ્યમંત્રીની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. SOP હેઠળ મુખ્યમંત્રીની સારવાર ચાલી રહી છે અને હાલમાં તબિયત સારી હોવાનું સામે આવ્યું છે.બિહારમાં અગાઉ અનેક નેતાઓ કોરોનાની લપેટમાં આવ્યા હતા. PM નરેન્દ્ર મોદીની પટના મુલાકાત પહેલા બિહારના ડેપ્યુટી સીએમ સહિત અનેક કેબિનેટ મંત્રીઓ પણ કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. બિહારમાં કોરોનાના કેસ સતત જોવા મળી રહ્યા છે પરંતુ રાહતની વાત એ છે કે, જે લોકો કોરોના મહામારીની લપેટમાં આવી રહ્યા છે તેઓની રિકવરી ખૂબ જ ઝડપથી થઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.