ભારે કરી !!!આણંદમાં બિલ્ડરે ગટર લાઇન માટે સ્ટેટ હાઇવે ખોદી નાખ્યો
જકાતનાકા વિસ્તારમાં બનેલા કોમ્પ્લેકસના જોડાણ માટે ઉતાવળ કરી સ્ટેટ હાઈ વે જ ખોદી કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું
આણંદ સામરખા ચોકડી થી ભાલેજ ઓવરબ્રિજ માર્ગ પર જકાત નાકા પાસે આવેલા નવા બની રહેલા કોમ્પ્લેક્ષના બિલ્ડરે ગટર લાઇન જોડાણ માટે એક તરફનો સ્ટેટ હાઇવે ખોદી નાંખવામાં આવ્યો છે. ત્યારે માર્ગ પર સતત 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોવાથી વાહનચાલકોને હાલાકીઓનો ભોગ બનવું પડયું હતું. જો કે આણંદ સામરખા ચોકડી પાસે માર્ગ પર બિલ્ડરે ખોદકામ માટે મંજૂરી લીધી ન હોવાનું પી ડબલ્યુ ડી વિભાગના સૂત્રો જણાવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.