રાજકોટમાં બીજા માળેથી પટકાતા પ્રભાબેન સોલંકીનું મોત
નાણાવટી ચોક પાસે આવેલ ધરમનગર પાછળ રવી રેસીડેન્સીમાં રહેતાં પ્રભાબેન રતિલાલ સોલંકી (ઉ.વ.64) ગઈકાલે પોતાના ઘરે બીજા માળે હતાં ત્યારે ત્યાંથી તેનો પગ લપસતા તેઓ નીચે પટકાયા હતાં. તેમને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ખેર હોસ્પિટલે દોડી ગયાં હતાં અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો. વધુમાં મૃતકને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.