7 દી’માં 115 સિટી બસમાં 1.67 લાખ, 18 BRTS બસમાં 1.76 લાખ યાત્રી ફર્યા
ગેરરીતિ બદલ 9 કંડક્ટરને હંગામી ધોરણે અને 2ને કાયમી સસ્પેન્ડ.
કોર્પોરેશન સંચાલિત પરિવહન સેવા સંભાળતી રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા આજે સાપ્તાહિક કામગીરીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તારીખ 7થી 13 નવેમ્બર દરમિયાન સિટી બસ અને બીઆરટીએસમાં મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યા આશ્ચર્યજનક રહી છે.
જેમાં 7 દિવસમાં 115 સિટી માસમાં 1,67,819 યાત્રિકે મુસાફરી કરી હોવાનું જણાવાયું છે જ્યારે બીજીબાજુ બીઆરટીએસની માત્ર 18 બસમાં 7 દિવસમાં 1,76,966 યાત્રિકે મુસાફરી કરી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત ગેરરીતિ બદલ સિટી બસના 9 કંડક્ટરને હંગામી સસ્પેન્ડ કરાયા છે અને 2ને કાયમી ધોરણે સસ્પેન્ડ કરાયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.