ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત લીંબડી માર્કેટિંગ યાર્ડ ખાતે સંમેલન યોજાયું.
હાલ માં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભાજપ સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. ત્યારે સાયલા -લીંબડી - ચુડા ના ધારાસભ્ય કિરીટસિંહ રાણા ના નેતૃત્વ હેઠળ પૂર જોશ માં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. હાલ માં લીંબડી વિધાનસભા સદસ્યતા અભિયાન માં રાજ્યમાં ત્રીજા ક્રમે છે. જે કિરીટસિંહ રાણા તથા તમામ કાર્યકર્તા દ્વારા થયેલ છે. લીંબડી માર્કેટિંગ યાર્ડ ખાતે લીંબડી - સાયલા - ચુડા ના કાર્યકર્તા ઓને ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા માર્ગદર્શન આપી સદસ્યતા અભિયાન વધુ ને વધુ થાય એવા પ્રયાસો માટે સંમેલન યોજાયું હતું.
જેમાં મુખ્ય પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, લીંબડી વિધાનસભા ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની, પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડી, જિલ્લા મહામંત્રી ધીરુભાઈ સિંધવ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભાવેશભાઈ મકવાણા,જીલ્લા ભાજપ મહામંત્રી ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય, લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જસુભાઈ સોલંકી, ચુડા તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ શેખ, સાયલા તાલુકા ભાજપ પ્રમુખ સુરીગભાઈ ધાધલ, લીંબડી તાલુકા ભાજપ પ્રમુખ દશરથસિંહ રાણા તથા મોટી સંખ્યા માં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.