વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજનું ગૌરવ વધારતા એન.સી.સી. કેડેટ્સ
વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજનું ગૌરવ વધારતા એન.સી.સી. કેડેટ્સ
---------------
CATC-517 કેમ્પમાં મેળવ્યા વિવિધ એવોર્ડસ
---------------
ગીર સોમનાથ,તા.૨૫: ૭-ગુજરાત નેવલ યુનિટ, એન.સી.સી., વેરાવળ દ્વારા યોજાયેલા CATC-૫૧૭ કેમ્પમાં અલગ-અલગ સ્કૂલ અને કોલેજોના ૧૮૧ કેડેટ્સે ભાગ લીધો હતો. જેમાં સરકારે વિજ્ઞાન કોલેજ વેરાવળનાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
૭-એનસીસી વેરાવળના લેફ્ટ્ટનન્ટ કમાન્ડર, અક્ષર ઠક્કરના માર્ગદર્શન હેઠળ, આ દસ દિવસ દરમિયાન એન.સી.સી. કેડેટ્સને વિવિધ શારીરિક તાલીમ તથા વિષયલક્ષી માર્ગદર્શન અપાયું હતું.
આ કેમ્પમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું, જેમાં શિપ મોડેલીંગ સ્પર્ધામાં રામ તમન્નાએ વિજ્ઞાન કોલેજનું પ્રતિનિધિત્વ કર્યું હતું તથા ચિત્રકામ સ્પર્ધામાં કબીરાણી જુનેદે પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
કેમ્પના અંતિમ દિવસે કોલેજના કેપ્ટન કેડેટ શિવમ મેસવાણીયાને સમગ્ર કેમ્પ દરમિયાન સારા પ્રદર્શન માટે એસ.ડી કેટેગરીમા શ્રેષ્ઠ કેડેટના એવાર્ડનું સન્માન અપાયું હતું.
કોલેજના વિદ્યાર્થીઓએ મેળવેલી આ સિદ્ધિ બદલ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો. સ્મિતા બી. છગે કોલેજના કેડેટ્સ તથા સી.ટી.ઓ શ્રી મિલન પરમારને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.