હળવદ માળીયા હાઇવે રોડ પરથી ખાણ ખનીજ વિભાગે બે ડમ્પરો ઝડપી પાડ્યા 60 લાખનો મુદ્દામાલ જપ્ત - At This Time

હળવદ માળીયા હાઇવે રોડ પરથી ખાણ ખનીજ વિભાગે બે ડમ્પરો ઝડપી પાડ્યા 60 લાખનો મુદ્દામાલ જપ્ત


હળવદ વિસ્તારમાં અવારનવાર ખનીજ ચોરી કરતા ખનીજ ચોરો પકડાતા હોય છે ત્યારે આજ રોજ ભુસ્તરશાત્રી મોરબી જે એસ વાઢેરની સૂચનાથી તેમની ક્ષેત્રીય ટીમનાં રોયલ્ટી ઇસ્પેક્ટર રાહુલ મહેશ્વરી અને રવિ કણસાગરા દ્વારા મોજે.માળીયા-મોરબી રોડ ખાતેથી ડમ્પર નંબર GJ-36-V-1561ને મોરમ અને GJ-12-BV-8750 ને ચાઇનાં ક્લે ખનીજના ગેરકાયદેસર વહન બદલ પકડી ઉક્ત બંને ડમ્પરોને સીઝ કરી આગળની નિયમોનુસાર કાર્યવાહી હેતુ તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મુકેલ છે. આશરે 60 લાખનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.