રાજુલા નાં હિંડોરણા રોડ પર યુવક ની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરનાર આરોપી પૈકી કાગવદર નાં આરોપી નો છુટકારો.
રાજુલા નાં હિંડોરણા રોડ પર યુવક ની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરનાર આરોપી પૈકી કાગવદર નાં આરોપી નો છુટકારો.
આરોપી તરફે વકીલ શ્રી ભાવેશભાઈ આર. સીંધવ ની દલીલો નામદાર કોર્ટ એ ગ્રાહ્ય રાખી.
રાજુલા, તા. ૭
રાજુલા નાં હિંડોરણા રોડ પર સને ૨૦૧૫ માં ફરિયાદી દુકાનેથી ઘરે જવા નીકળેલા ત્યારે ફરિયાદીને આરોપીઓએ લુંટ કરવાનાં ઇરાદે તલવાર, લોખંઢની ટી, પાઈપ જેવા જીવલેણ મારક હથિયારો ધારણ કરી આરોપી નં. ૧ થી ૬ દ્વારા ગંભીર જીવલેણ કરી સોનાનો ચેઈન લઈ જઈ, ગાળો આપી, જાનથી મારી નાખવાની ગુનાહિત ધમકી આપી, ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી હતી જે અંગે રાજુલા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધવામાં આવેલ હતી ત્યારબાદ ફરિયાદી સારવાર લીધા બાદ તા. ૩૧/૦૧/૨૦૧૫ ના રોજ એકાએક તકલીફ થતાં મરણ ગયેલ જેથી આ કામના આરોપીઓએ ફરિયાદીનું મોત નિપજાવી, ખુન કરી, આઈ.પી.સી. કલમ-૩૦૨, ૩૯૫, ૩૯૬, ૩૯૭, ૫૦૪, ૫૦૬(૨) મુજબનાં ગુનાનું ચાર્જશીટ કરવામાં આવેલ છે.
આ કામે આરોપીની ધરપકડ થયેલ અને જેલ હવાલે કરવામાં આવેલ પોલીસ તપાસ બાદ તપાસ કરનાર અમલદારે આરોપી સામે રાજુલા કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ અને આરોપી સામે ચાર્જ ફ્રેમ થતાં આરોપી સામેનો કેસ ચાલવા પર આવતા ફરીયાદપક્ષે સાહેદોમાં મરણ જનાર નાં પરિવારજનો, મેડીકલ ઓફીસર તથા પોલીસ અમલદાર સહિત નાં સાહેદો સરકાર પક્ષે કોર્ટમાં તપાસવામાં આવેલ સાહેદો ની આરોપી નં. ૬ મહેશ ઉર્ફે હપલો ડાયાભાઈ ચૌહાણ તરફે ભાવેશ આર. સિંધવ (ભરવાડ) દ્વારા ઉલટ તપાસ કરવામાં આવેલ અને પુરાવો પુરો થયા બાદ ફરીયાદી તથા આરોપી તરફે દલીલો થયેલ આરોપી તરફે દલીલને માન્ય રાખી કોર્ટે આરોપીને છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામમાં આરોપી નં. ૬ તરફે ભાવેશભાઈ આર. સિંધવ (ભરવાડ), વકીલ તરીકે રોકાયેલ હતા"
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.