જિલ્લાના કુલ ૧૪ VCE ને શ્રેષ્ઠ ઈ-કેવાયસી કામગીરી કરવા બદલ જિલ્લા કલેકટરશ્રી આશિષકુમાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીઆ ના હસ્તે પ્રમાણપત્ર અપાયા
પંચમહાલ
ગોધરા કલેકટર કચેરી ખાતે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના VCE સાથે ઈ-કેવાયસી ની કામગીરી અંગે રિવ્યૂ બેઠક યોજાઇ
કેન્દ્ર સરકારના eKYC સંબધિત દિશા નિર્દેશ હેઠળ રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડના લાભાર્થીઓની ખરાઈ કરવા રાજ્યવ્યાપી ઇ-કેવાયસી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા ઇ-કેવાયસી કરાવીને વધુમાં વધુ લોકો સરકારી યોજનાઓનો લાભ લઈ શકે તે માટે ગ્રામ્યકક્ષાએ VCE ની નિમણુક કરવામાં આવી છે.
જે અન્વયે પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી આશિષકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત VCE સાથે બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રીએ તમામ VCE સાથે સંવાદ સાધીને વિવિધ ગામોમાં કરવામાં આવી રહેલી ઈ-કેવાયસીની કામગીરી સંદર્ભે ચર્ચા કરી કામગીરીની પ્રશંસા કરી હતી તથા કેટલાક VCE ઓપરેટરને સૂચનો આપ્યા હતા.
આ તકે જિલ્લાના સાતેય તાલુકા દીઠ ૨ VCE એમ કુલ ૧૪ VCE ને શ્રેષ્ઠ ઈ-કેવાયસી કામગીરી કરવા બદલ જિલ્લા કલેકટરશ્રી આશિષકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીઆ અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ગ્રામ પંચાયત ખાતે VCE ને કાર્યરત કરાયા છે કે જેઓ ગામના રેશનકાર્ડના સહિત અન્ય યોજનાઓના લાભાર્થીઓનું ગણતરીની પળોમાં ઇકેવાયસી કરીને પ્રક્રિયાને સરળ બનાવે છે અને લાભાર્થીની ખરાઈ કરી દે છે. ઉપરાંત નાગરિકો ઘરે બેઠા પોતાની જાતે જ ઇ-કેવાયસી કરી શકે તે માટે માય રેશન એપ્લિકેશનની સુવિધા પણ સરકાર દ્વારા ઉપલબ્ધ બનાવાઈ છે
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.