ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ વંટોળ : ‘જીવ આપી દઇશું પણ જમીન નહીં’ આપવાનો ખેડૂતોનો હુંકાર
ગાંધીનગર અને દહેગામ તાલુકાના ખેડૂતોની ગિયોડ ગામે બેઠક મળી૬૯૦.૬૭ હેક્ટર જમીન સંપાદન માટે સર્વે નંબર સહિતનું
જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ઃ બંને તાલુકાના ૧૫ જેટલા ગામના ૫૦૦થી વધુ ખેડૂતો
બેઠકમાં હાજર રહ્યાગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ખેડૂતોમાં અત્યારે ભારતમાલા પ્રોજેક્ટ 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો છે. આ
પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર અને દહેગામ તાલુકાની ૬૯૦.૬૭ હેક્ટર જમીન સંપાદન માટે
સર્વે નંબર સહિતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેનો વિરોધ ખેડૂતો કરી
રહ્યા છે. ત્યારે આ અંગે છાલા ખાતે આસપાસના ખેડૂતોનું સંમેલન યોજાયું હતું. જેમાં
મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગ્રીન એક્સપ્રેસ હાઈવે અંગે
જમીન સંપાદન કરવામાં માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના
આ જાહેરનામામાં પ્રથમ ફેઝમાં ગાંધીનગર તાલુકાના છાલા, પીપળજ, દોલારાણા વાસણા, ગીયોડ, ગલુદણ, મગોડી, ઈસનપુર મોટા, ઉનાવા, વડોદરા, ચેખલારાણી ગામની
જમીન સંપાદન કરવામાં આવશે જ્યારે દહેગામ શહેરી વિસ્તાર ઉપરાંત કડાદરા, જલુન્દ્રા મોટા, કરોલી, હાલિસા અને
રામનગરની જમીન સંપાદિત કરાશે. આમ દહેગામ અને ગાંધીનગર તાલુકાની કુલ ૬૯૦.૬૭ હેક્ટર
જમીનનું સંપાદન કરાશે. જેનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે આજે છાલા ખાતે
આસપાસના ગામના ૫૦૦ થી વધુ ખેડૂતોનું સંમેલન યોજાયું હતું. જેમાં કોઈ પણ ભોગે જમીન
નહિ આપવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે અગાઉ પણ ઘણીવાર જમીન સંપાદન મુદ્દે ઉચ્ચ
અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ આખરે જમીન સંપાદન માટેનું જાહેરનામું
બહાર પાડવામાં આવ્યું હતું. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખેડૂતોએ જણાવ્યું
હતું કે જમીન સંપાદિત થવાથી અમે પાયમાલ થઈ જઈશું. એવા ઘણા ખેડૂતો છે
જે આ જમીન સંપાદનથી ખેડૂત ખાતેદાર પણ રહેતા નથી. અમારા પૂર્વજોનો એકમાત્ર વારસો આ
અમારી જમીન છે જેનું સંપાદન થતાં અમે જમીનવિહોણા થઈ જઈશું. તો એવા પણ ઘણા ખેડૂતો
છે કે જેમની તમામ જમીન ભારત માલા પ્રોજેક્ટ હેઠળ સંપાદિત થઈ જવાની છે ત્યારે
ખેડૂતો જમીન વિહોણા તો થઈ જ જશે પણ સાથે ખેડૂતો ખેડૂત પણ રહેશે નહીં એમ પણ ઘણા
ખેડૂતોએ જણાવ્યું હતું.આ ત્યારે સંમેલનમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ
ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જરૃર પડયે પ્રતિક ઉપવાસ તેમજ રેલીનું પણ આયોજન કરાશે.
ખેડૂતો એ જણાવ્યું હતું કે સત્ય જીતતું નથી સંગઠિત સત્ય જીતે છે. આ રોડ અમને કોઈ
પણ ભોગે મંજૂર નથી. જમીન સંપાદનથી કેટલાક ખેડૂતો ખેડૂત રહેશે નહિતાજેતરના કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા જમીન સંપાદન
માટેના જાહેરનામા અનુસાર ઘણા ખેડૂતોની જમીન સંપાદન થઈ જશે. જેમાં સૌથી વધુ છાલા
અને પીપળજ ગામના ૨૦૦-૨૦૦ સર્વે નંબરની જમીન સંપાદિત થશે. ત્યારે એવા કેટલાય ખેડૂતો
છે જેમની તમામ જમીન આ યોજના હેઠળ સંપાદિત થવાની છે. જેને કારણે તેઓ જમીન વિહોણા
બની જશે અને ખેડૂત પણ ગણાશે નહિ એમ સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું. આંદોલન વેગવંતુ બનાવવા સમન્વય સમિતિ રચાઇ
જમીન સંપાદન મામલે વિરોધ પ્રદર્શન ની કામગીરી માટે સમન્વય
સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં અસરગ્રસ્ત દરેક ગામ દીઠ ચાર કન્વીનરો હશે. આ
સમિતિ વિરોધ પ્રદર્શન માટે તેમજ આંદોલન વેગવંતુ બનાવવા માટેની રણનીતિ તૈયાર કરશે.
આ સમિતિની રચનામાં દરેક ખેડૂતોની સમસ્યાને સાંકળી લેવાનો પ્રયાસ કરાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.