સોનાક્ષીના સસરા સાથે ભાઈ લવનો અણબનાવ!:કહ્યું, ‘લગ્નમાં ન આવવાનું કારણ સ્પષ્ટ છે, હું કેટલાક લોકો સાથે ક્યારેય જોડાઈ શકતો નથી, ભલે ગમે તે થાય’
છેલ્લા ઘણા દિવસોથી એવા અહેવાલ આવી રહ્યા છે કે, સોનાક્ષી સિંહાનો પરિવાર તેના અને ઝહીર ઈકબાલના લગ્નથી ખુશ નથી. આ જ કારણ હતું કે સોનાક્ષીનો ભાઈ લવ સિંહા તેના લગ્નમાં હાજર નહોતો રહ્યો. લવ સિંહાએ આ વાતની પુષ્ટિ કરતાં પોસ્ટ કરી અને સંકેત આપ્યો છે કે, તેને સોનાક્ષીના સસરા ઈકબાલ રત્નાસી સાથે બનતું નથી. તેણે લખ્યું છે કે, તે કેટલાક લોકો સાથે ક્યારેય જોડાશે નહીં.' જોકે પાછળથી આ વાતની ચર્ચાઓ વધતાં લવ સિંહાએ પોતાની પોસ્ટ ડિલીટ કરી નાખી અને કહ્યું કે હવે આ મુદ્દો પૂરો થઇ ગયો છે. સોનાક્ષીના ભાઈ લવ સિંહાએ અગાઉ બહેનનાં લગ્નમાં ન આવવાનું કારણ જણાવતાં પોતાની વાત શૅર કરી હતી, જે ખાસ્સી વાઇરલ થઇ હતી. ‘ટેલિગ્રાફ’ દૈનિકમાં પણ એક સમાચાર પ્રકાશિત થયા હતા, જેમાં ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રત્નાસીની ED દ્વારા પૂછપરછ કરવાનો ઉલ્લેખ હતો. આ સમાચારના એક ભાગને હાઇલાઇટ કરીને લવ સિંહાએ X પ્લેટફોર્મ પર લખ્યું હતું કે તેના (એટલે સોનાક્ષીના પતિ ઝહીરના) પિતાના રાજકારણીઓ સાથેના સંબંધો, જેના કારણે તેમની ED દ્વારા થયેલી પૂછપરછને વોશિંગ મશીનમાં ગાયબ કરી નાખવામાં આવી હતી. તેમજ ઝહીરના પિતા દુબઈમાં રહેતા હોવા વિશે કોઈને માહિતી ન મળી શકી. આ સાથે લવ સિંહાએ લખ્યું હતું કે, 'લગ્નમાં મારું ન આવવાનું કારણ એકદમ સ્પષ્ટ છે, હું અમુક લોકો સાથે ક્યારેય જોડાઈ શકતો નથી, પછી ભલે ગમે તે થાય. હું ખુશ છું કે મીડિયામાંથી કોઈએ PR ટીમની બિનજરૂરી સર્જનાત્મક વાર્તા પર આધાર રાખવાને બદલે આના પર સંશોધન કર્યું છે.' લવ સિંહાની આ પોસ્ટ દર્શાવે છે કે તેને સોનાક્ષીના પતિ ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રત્નાસીના કામ સામે વાંધો છે. પોસ્ટની સાથે લવે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેણે સોનાક્ષીના લગ્નમાં હાજરી આપી નથી. સોનાક્ષી સિંહાએ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યાં હતાં. એવા અહેવાલો હતા કે લવ અને કુશ નારાજગીના કારણે લગ્નમાં હાજર ન હતા. આ અંગે કુશ સિંહાએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓએ સોનાક્ષીના લગ્નમાં હાજરી આપી હતી પરંતુ લાઇમલાઈટથી દૂર રહ્યા હતા. સોનાક્ષી સિંહાનાં લગ્ન વિવાદમાં છે
જ્યારથી સોનાક્ષી સિંહાએ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી ત્યારથી જ આ મુદ્દો ખાસ્સો ચર્ચામાં આવી ગયો હતો. એવા અહેવાલો હતા કે, સોનાક્ષીએ લગ્ન માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો છે, જોકે તેનાં સાસરિયાંઓએ આ અહેવાલોને અફવા ગણાવી હતી. આના થોડા સમય પછી, બિહારની હિન્દુ શિવભવાની સેનાએ લગ્નનો વિરોધ કર્યો હતો અને ધમકી આપી હતી કે, તેઓ સોનાક્ષીને બિહારમાં પ્રવેશવા દેશે નહીં, કારણ કે તેણે મુસ્લિમ સાથે લગ્ન કરીને ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન આપ્યું છે. શત્રુઘ્ન સિંહા હોસ્પિટલમાં દાખલ છે
સોનાક્ષી ઝહીરના લગ્નના 2 દિવસથી શત્રુઘ્ન સિંહા હોસ્પિટલમાં દાખલ છે. તેમને પોતાના ઘરના લિવિંગ રૂમમાં પડી જતાં તેમને પાંસળીમાં ઈજા થઈ છે, જેના કારણે તેમને 26 જૂને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવા અહેવાલો છે કે તેમની માઇનોર સર્જરી થઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.