અંટાળેશ્વર મહાદેવના સાનિઘ્યમાં યોજાયેલ જાહેર સભામાં પ્રતાપ દુધાતની સિંહ ગર્જના મારા કાર્યકરોને ધમકાવનારાઓ મારી સાથે વાત કરો
લીલીયાના અંટાળીયામાં દેવાથી દેવ મહાદેવના થાળ પ્રસંગે કોંગ્રેસે જાહેરસભા રાખી હતી તે પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત,પૂર્વ પ્રમુખ ડી.કે.રૈયાણી,શંભુભાઈ દેસાઈ,પૂર્વ મંત્રી ધીરૂભાઈ દુધવાળા,પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મર,ઠાકરશીભાઈ મેતલીયા,વલ્લભભાઈ ઝીંઝુવાડીયા,આંબાભાઈ કાકડીયા,અલ્પેશભાઈ કાનાણી,જીતુભાઈ અડતાલાવાળા, મનિષભાઈ ભંડેરી,સત્યમ મકાણી,અશ્વીનભાઈ ધામેલીયા, આમ આદમી પાર્ટીના પ્રમુખ નિકુંજભાઈ સાવલીયા ,હાર્દિક કાનાણી, ભરતભાઈ ગીડા,સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહૃાા
અંટાળીયા, લીલીયાના અંટાળીયામાં પ્રતાપ દુધાતનો મહાદેવનો થાળ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે એક જાહેર સભા યોજવામાં આવી હતી આ તકે પ્રતાપ દુધાત ફરી આક્રમક અંદાજમાં જાવા મળ્યા હતા. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યુ હતુ કે મારા કાર્યકરો અને કોંગ્રેસ સમર્થકોને ફોન દ્વારા ધમકી આપતા લોકો મારી સાથે વાત કરે મારા કાર્યકરને દબાવવાની કશોશી ન કરે પ્રતાપ દુધાત જીવે છે ત્યાં સુંધી મારા કાર્યકરોનો વાળ વાકો નહી થવા દવઆ પ્રસંગે પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરે વેકસીન પ્રશ્ને સરકાર પર પ્રહાર કર્તા અને જણાવ્યુ હતુ કે સારૂ થયુ આ લોકો પોલીયોની રસી સમયે ન હતા નકર અડધુ ભારત વિકલાંગ હોતઆ તકે જેનીબેન ઠુમ્મરે જણાવ્યુ ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલ સાથે સરખામણી કરી રહૃાા છે
તે કેટલા અંશે વ્યાજબી છે ભાજપના મિત્રો તંદુરસ્ત રાજકારણ કરો કાર્યકરોને દબાવવાની વાત ન કરો આ તકે લીલીયા રેલ્વેના ફાટક પર ઓવરબ્રીજની જે માંગણી છે તેને હું ૧૦૦ % ન્યાય આપીશમનિષભાઈ ભંડેરી અને સત્યમ મકાણીએ ખેડૂતોના પ્રશ્ને સરકાર પર ઉગ્ર પ્રહાર કરી અને ખેડૂતોને પુરતા પોષણક્ષમ ભાવ મળતા નથી અને ખેડૂતોનો પાક વિમો પણ બંધ કરી દિધો છે. ત્યારે ખેડૂતોને જાગૃત થવા અપીલ કરી હતી.ઠાકરશીભાઈ મેતલીયા અને ધીરૂભાઈ દુધવાળાએ જેનીબેન ઠુમ્મરને જંગી લીડ થી વિજય બનાવવા અપીલ કરી હતી.આ તકે લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા,ખોડાભાઈ માળવીયા,નિતીનભાઈ ત્રિવેદી , હાર્દિકભાઈ કાનાણી,અરૂણાબેન પંડયા,બાહદુરભાઈ બેરા,દકુભાઈ બુટાણી,વિજયભાઈ કોગથીયા,રમેશભાઈ પરમાર,જીવરાજભાઈ પરમાર,જેનીસભાઈ ગોઢાવદર,સવજીભાઈ ગલસાણીયા,ભરતભાઈ લાડોલા, સહિત વિશાળ સંખ્યામાં લીલીયા,સાવરકુંડલા,લાઠી,દામનગર વિસ્તારમાંથી કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.