મુંબઇના સપ્લાયરે રાજકોટમાં 250 યુવકને ડ્રગ્સ વેચી બરબાદ કરી નાખ્યા
મેફેડ્રોન સાથે ઝડપાયેલા જમાદાર પુત્ર સહિત બંને રિમાન્ડ પર
SOGની તપાસમાં યુવતીઓ ડ્રગ્સ લેતી હોવાનું બહાર આવ્યું
શહેર પોલીસે રવિવારે પોલીસ પુત્ર સહિત બે શખ્સને રૂ.13 લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લઇ પૂછપરછ કરતાં મુંબઇનો સપ્લાયર છેલ્લા છ મહિનાથી રાજકોટમાં મુખ્ય પેડલર્સ સહિત 250 યુવકને ડ્રગ્સના વેચાણ અને સેવનમાં ડુબાડી બરબાદ કરી રહ્યાનો ધડાકો થયો હતો. ડ્રગ્સનું પગેરું મુંબઇ સુધી નીકળતાં પોલીસે તે દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.