સાબરકાંઠામાં ચાર નવી ૧૦૮ એમ્બ્યુલન્સને રીબીન કાપી લોકો માટે ખુલ્લી મુકતા જિલ્લા કલેકટરશ્રી ડૉ.રતનકંવર ગઢવી ચારણ
*સાબરકાંઠામાં ચાર નવી ૧૦૮ એમ્બ્યુલન્સને રીબીન કાપી લોકો માટે ખુલ્લી મુકતા જિલ્લા કલેકટરશ્રી ડૉ.રતનકંવર ગઢવી ચારણ*
******
સાબરકાંઠા જિલ્લામાં ચાર નવી ૧૦૮ એમ્બ્યુલન્સને જિલ્લા કલેકટરશ્રી રતનકંવર ગઢવી ચારણના હસ્તે રીબીન કાપી લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. કોઇ પણ આપત્તિગ્રસ્ત અને આપાતકાલિન સ્થિતિમાં કોઇ પણ સ્થળે અને કોઇ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ કોઇ ના મોઢે એક જ નામ હોય છે અને તે છે ૧૦૮ એમ્બ્યુલન્સ.
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસનાં સંયુક્ત ઉપક્રમે કુલ ૧૬ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાં તલોદમાં બે, પ્રાંતિજમાં એક, હિંમતનગરમાં ત્રણ, ઇડરમાં ત્રણ, વિજયનગરમાં એક, પોશીનામાં એક, વડાલીમાં એક અને ખેડબ્રહ્મામાં ત્રણ એમ્બ્યુલન્સ તેમજ એક બેક અપ એમ્બ્યુલન્સ કાર્યરત છે. કુલ ૧૬ એમ્બ્યુલન્સ પૈકી ચાર એમ્બ્યુલન્સ સરકારી ગાઈડ લાઈન મુજબ યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી તેની જગ્યાએ અદ્યતન સુવિધાવાળી ચાર નવી ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ સમયે નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ણા વાઘેલા,પ્રાંત અધિકારીશ્રી પાર્થ ગોસ્વામી સહિત ૧૦૮ એમ્બ્યુલન્સનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આબીદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.