જસદણમાં જળ સંપત્તિ મંત્રી બાવળીયા પ્રેરિત શહેરનું સૌથી મોટું અમૃત તળાવ ઓવરફલો થતાં આગેવાનો દ્વારા નવા નિરના વધામણા ખૅડુતૉમા ખુશાલી - At This Time

જસદણમાં જળ સંપત્તિ મંત્રી બાવળીયા પ્રેરિત શહેરનું સૌથી મોટું અમૃત તળાવ ઓવરફલો થતાં આગેવાનો દ્વારા નવા નિરના વધામણા ખૅડુતૉમા ખુશાલી


જસદણમાં જળ સંપત્તિ મંત્રી બાવળીયા પ્રેરિત શહેરનું સૌથી મોટું અમૃત તળાવ ઓવરફલો થતાં આગેવાનો દ્વારા નવા નિરના વધામણા ખૅડુતૉમા ખુશાલી

જસદણ શહેરના પોલારપર રોડ કોઠી ગામના આંકવા પાસે આવેલ શહેરનુ સૌથી મોટું અમૃત તળાવ ઓવરફલો થયું છે જસદણ શહૅર તાલુકામાં જળ સંપત્તિ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ૬૦ જેટલા નાના મોટા તળાવ અને ચેક ડૅમ બનાવવા તથા ઉંડા ઉતારવામાં આવ્યા હતા. જે પૈકી જસદણ શહેરનું સૌથી મોટું અમૃત તળાવ જસદણ તાલુકાના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ભાયાણી ની રજૂઆત બાદ તુરંત પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ તેની દરખાસ્ત કરી અને તુરંત કામ ચાલુ કરાવેલ જે સૌથી મોટું અમૃત તળાવ હાલ ઓવરફલો થયું છે તે નવા જળના લધામણા કરવા માટે જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ભાયાણી જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર અને લોકસૅવક નરેશભાઈ ચૉહલીયા પૂર્વ કોર્પોરેટર કેતનભાઇ લાડોલા પ્રવીણભાઈ હિરપરા ખેડૂત અગ્રણી જાદવભાઈ માળવીયા સામાજિક કાર્યકર હરેશભાઈ હિરપરા ઍટધીસ ટાઇમના હર્ષદભાઈ ચૌહાણ અરવિંદભાઈ હિરપરા સહિતના આગેવાનો દ્વારા શ્રીફળ ફુલ અબીલ ગુલાલ સાથે વધામણા કરવામાં આવ્યા હતા અને ભારે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અહીં આજુબાજુના ખેડૂતૉ રાજીપા સાથે જણાવતા હતા કે આ ડેમ બનવાથી અમારે આખા વિસ્તાર ને કુવાના તળ ઊંચા આવ્યા છે અને ડેમની સપાટી લેવલો લેવલ અમારા કુવા અને બોર ભરાઈ ગયા છે તેથી અમે ધારાસભ્ય અને જળ સંપત્તિ મંત્રી કુવરજીભાઈ બાવળીયા નો આભાર વક્ત વ્યક્ત કરીયૅ છીયૅ અને બાવળિયા સાહેબ જસદણ પંથકમાં હજી આવા નવા ચેકડેમ તળાવ ઊંડા ઉતારે અને નવા બનાવૅ અને 100 વર્ષ નુ દીર્ઘ આયુ પ્રાપ્ત કરૅ તેવી માતાજીને પ્રાર્થના કરી અહીંના ખેડૂત અરવિંદભાઈ હિરપરા સહિતના ખેડૂતોએ રાજીપો વ્યક્ત કર્યૉ હતૉ.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.