૧૦૮ માં નંદ ઘેર આનંદ ભયો વરસતા વરસાદમાં હડમતાળાના રૂબીબેનની પ્રસૂતિ જોડિયા બાળકોનો જન્મ ઇમરજન્સીના અનેક કિસ્સામાં બાળકના જન્મદાતા અને માતૃત્વની વાહક બનતી ૧૦૮ સેવા રાજકોટ ઝનાના હોસ્પિટલ ખાતે લવાયા - At This Time

૧૦૮ માં નંદ ઘેર આનંદ ભયો વરસતા વરસાદમાં હડમતાળાના રૂબીબેનની પ્રસૂતિ જોડિયા બાળકોનો જન્મ ઇમરજન્સીના અનેક કિસ્સામાં બાળકના જન્મદાતા અને માતૃત્વની વાહક બનતી ૧૦૮ સેવા રાજકોટ ઝનાના હોસ્પિટલ ખાતે લવાયા


રાજકોટ તા. ૧૯ જુલાઈ વરસતા વરસાદમાં વીજળીના કડાકા વચ્ચે બાળકના મીઠા રુદનની ટાઢકની અનુભૂતિ આજે ૧૦૮ એમ્બ્યુલન્સમાં જોવા મળી હતી. જેવી રીતે વરસતા વરસાદમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ નંદની ઘરે થયો હતો તેવી જ રીતે આજે વહેલી સવારે ૫:૩૩ વાગ્યે ગોંડલ તાલુકાના હડમતાળા ગામમાં સગર્ભા માતાને પ્રસુતિની પીડા ઉપડતાં ૧૦૮ સેવા દ્વારા જોડિયા બાળકોનો જન્મ સ્ટાફની કુનેહથી કરાવી માતાને દર્દમુક્ત કરાઈ હતી.
આ અંગે ૧૦૮ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ચેતન ગાધેએ જણાવ્યું હતું કે, અનેક કિસ્સામાં પ્રસુતાની હાલત ગંભીર હોય તેવા કિસ્સામાં હોસ્પિટલ પહોંચે તે પહેલા જ સગર્ભાની પ્રસુતિ ૧૦૮ માં કરાવવવાની ફરજ પડતી હોય છે. આ કિસ્સામાં પણ હડમતાળા ગામમાં સગર્ભા માતાને એમ્બ્યુલન્સ લઇ જતાં હતાં એ દરમિયાન સગર્ભા માતાને અસહય પીડા ઉપડતાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનાં ફરજ ઉપર ના ઇ.એમ.ટી અલ્પેશ આહીર અને પાઇલોટ દેવરાજભાઈ ચૌહાણે તપાસ કરતાં જાણ્યું કે મહિલાની સ્થિતિ નાજુક હતી અને પ્રસૂતિ એમ્બ્યુલન્સ માં જ કરવી પડે એવી સ્થિતિ છે. અને જોડિયા બાળકો હોવાની ખબર પડી એટલે તરત અમદાવાદ ખાતેના તજજ્ઞ ડોક્ટર સાથે ટેલિફોનીક વાતચીત કરી ડોક્ટરની સલાહ સૂચન મુજબ ઇ.એમ.ટી અલ્પેશ આહીરએ સલામત સ્થળ એમ્બ્યુલન્સ ઉભી રાખી સગભૉ માતાની પ્રસૂતિની પ્રક્રિયા હાથ ધરી એક પછી એક એમ ૧૦ મિનિટના અંતરમાં જોડિયા બાળકોનો જન્મ ચાલુ વરસાદમાં એમ્બ્યુલન્સમાં જ સફળ રીતે કરવામાં આવ્યો.
ત્યારબાદ ૨૮ વર્ષીય સગર્ભા માતા રૂબીબેન રાજેશ ભાઈ અને તેમના જોડિયા બાળકોને પ્રાથમિક સારવાર આપી રાજકોટ ઝનાના હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતાં. અહીં ફરજ ઉપર ના ડો. મેઘાએ સગર્ભા માતા અને નવજાત જોડિયા બાળકો સંપૂર્ણ સ્વસ્થ હોવાની પુષ્ટિ કરી હતી.
આમ ચાલુ વરસાદ દરમિયાન ૧૦૮ સેવાનાં તાલીમબદ્ધ કર્મચારીની યોગ્ય કામગીરીએ સગર્ભા માતા અને નવજાત શિશુઓના જીવન બચાાવવામાં નિમિત્ત બન્યા હતા.
આ તકે ૧૦૮ ના કર્મનિષ્ઠ અધિકારી અને કર્મચારીઓએ પદ્મશ્રી પુરસ્કાર એનાયત એવા કવિ દુલા ભાયાની કવિતાને સાર્થક કરી બતાવી હતી.
*"કાળી વાદલડી તુને વિનવે રે*
*બે ઘડીક નાચી લે રંગમોરલા*
*જાય છે મારી સાહેલીનો સાથ રે*
*બે ઘડીક નાચી લે રંગમોરલા.."*

*"આભે ઢોલિડાં ધડૂકીયા રે*
*રંગભર નાચે છે રંગમોરલો*
*ત્રિભુવન ઝીલે છે એનો તાલ રે*
*રંગભર નાચે છે રંગમોરલો...."*


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.