વિસાવદર કોર્ટ ચેક રિટર્ન કેસોમાં એક જ આરોપીને જુદા જુદા ચાર કેસમાં બે બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમનો દંડ ફટકારતા ચકચાર - At This Time

વિસાવદર કોર્ટ ચેક રિટર્ન કેસોમાં એક જ આરોપીને જુદા જુદા ચાર કેસમાં બે બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમનો દંડ ફટકારતા ચકચાર


વિસાવદર કોર્ટ ચેક રિટર્ન કેસોમાં એક જ આરોપીને જુદા જુદા ચાર કેસમાં બે બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમનો દંડ ફટકારતા ચકચારવિસાવદર કોર્ટમાં ચાલતા રકમ હાથ ઉછીની રકમ લઈને ચેક આપી ચેક રિટર્ન કરાવનાર આરોપીને વિસાવદર કોર્ટ દરેક કેસ દીઠ બે બે વર્ષની સજા તથા ચેકની રકમનો બમણો દંડ ફટકારતા ચકચાર મચી ગયેલ છે.આ અંગેની વિગત એવા પ્રકારની છે કે વિસાવદર તાલુકાના ઇશ્વરિયા રૂપાવટી ગામે રહેતા અને ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા વજુભાઈ ભગવાનભાઈ સુખડીયા ને સરસઇ ગામમાં રહેતા વિરડીયા રજનીકભાઈ મુકેશભાઈને તેના કાજુ બદામના ધંધાના વિકાસ માટે રૂપિયા 18,30,000/-ની જરૂર પડતા ફરિયાદી વજુભાઈ પાસેથી હાથ ઉછીના લીધેલા અને આરોપીએ તે રકમનું ચુકવણું કરવા માટે તેની બેન્કનો ચેક આપેલ જે ચેક અપૂરતા ભંડોળના કારણે પરત ફરતા ત્યારબાદ ફરીએ અવારનવાર આરોપીએ આપેલ ચેક પરત ફ્રરેલ હોવાની આરોપીને જાણ કરવા છતાં રકમ નહિ ચૂકવતા ફરિયાદીએ તેમના એડવોકેટ હરેશ કે સાવલિયા મારફતે આરોપીને નોટિસ આપેલ આરોપીએ નોટીસનો કોઈ જવાબ નહિ આપતા ફરિયાદીના વકીલ દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી જેમાં આરોપીએ ફરિયાદ વાળો ચેક ખોટી મેળવી તેમાં ખોટી રકમ,તારીખ નાખી ચેકનો દૂર ઉપયોગ કરેલ હોવાની તકરારો લીધેલ હતી ત્યારબાદ આરોપીનો જવાબ લેવામાં આવેલ જેમાં પણ આરોપીએ ઉપર મુજબનો બચાવ લીધેલો હતો. આ કામમાં ફરિયાદી વતી વિસાવદર ના એડવોકેટ હરેશ કે સાવલિયા દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટેના વિવિધ ચુકાદાઓ તથા કાયદાકીય જોગવાઈઓ સાથેની ધારદાર દલીલો રજૂ કરતા વિસાવદર કોર્ટે આરોપીને આ કેસમાં તકસીરવાન ઠરાવી બે વર્ષની સજા અને દંડ કરવાનો હુકમ કરેલ અને ચેક કરતા બમણી રકમના દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજા ફટકારતો હુકમ વિસાવદરના ન્યાયમુર્તિ જયુડિ.મેજી.એસ.એસ.ત્રિવેદીએહુકમ કરેલ છે આજ આરોપી સામેના જુદા જુદા અન્ય ચેક રિટર્ન કેસોમાં જુદા જુદા ફરીયાદી હતા તેવા અન્ય કેસમાં પણ બે બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમનો દંડ ફટકારતા રકમ મેળવી ચેકો આપનારા લોકોમાં ફફડાટ મચી ગયેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.