સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ - At This Time

સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ


“સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”
સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ
***
સાબરકાંઠા જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” ના થીમ સાથે સામૂહિક સફાઈ અભિયાનમાં જોડાઇ શ્રમદાન આપવા જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો
**
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી ડો. રતનકંવર ગઢવીચારણની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત બેઠક યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર દરમિયાન “ સ્વચ્છતા હી સેવા (SHS) “ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી રહી છે. “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” ની થીમ સાથે આ કેમ્પેઈન અન્વયે જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાનમાં સરકારી સંસ્થાઓ, એનજીઓ તેમજ જિલ્લાના તમામ નાગરિકોના સહયોગથી સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ મિટીંગ દરમ્યાન જિલ્લા કલેક્ટરે “સ્વચ્છતા હી સેવા (SHS)” – ૨૦૨૪ અંર્તગત દૈનિક ધોરણે સ્વચ્છતાની કરવાની થતી પ્રવૃતિઓ અને તેની કામગિરીનો પ્રચાર –પ્રસાર થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. વધારેમાં વધારે લોકો આ અભિયાનમાં જોડાય તે માટે લાઈઝનીંગ અધિકારીઓને વિવિધ રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું. સ્વચ્છતા હી સેવાનો પ્રારંભ : સ્વચ્છતા સંકલ્પ સાથે તમામ સ્તરે કાર્યક્રમો શરૂ કરવા અંગે અને દૈનિક ધોરણે કરવાની થતી પ્રવૃતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ જણાવ્યું કે, જિલ્લામાં આગામી ૧૭ સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબર -૨૦૨૪ સુધી અલગ અલગ કાર્યક્રમો યોજાશે. આ અભિયાનમાં શાળાઓમાં સ્વચ્છતા જાગૃતિ અંગે વિવિધ સ્પર્ધાઓ તેમજ રેલીઓનું આયોજન કરવા જણાવ્યું હતું. સામૂહિક-સ્તરની સ્વચ્છતા ઝુંબેશ આઈકોનિક સ્થળો, જલસ્ત્રોતો, ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા કાયાપલટ કરવા સમગ્ર જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં સધન સફાઈ અભિયાન હાથ ધરાશે. તેમજ તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી કચરામાંથી કંચન વર્કશોપ (વેસ્ટ ટુ વેલ્થ) રિસાયક્લિંગ અને પુનઃઉપયોગને પ્રોત્સાહિત કરવા જ્ણાવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાને “ સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ (SHS)“ અંતર્ગત “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” ના થીમ સાથે જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે સામૂહિક સાફ-સફાઈ અભિયાનમાં જોડાઇ જિલ્લાવાસીઓને સહયોગ/શ્રમદાન આપવા જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા અને તાલુકાના તમામ લાયઝન અધિકારીશ્રીઓ તથા અમલીકરણ અધિકારીશ્રીઓ ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.