ના જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનુ છે ? સ્વ ઇલાબેન દેસાઈ ઉવ ૪૮ નું પુત્રીરત્ન ના લગ્ન પૂર્વે દેહાંવસાન થતા ચક્ષુદાન નો સરાહનીય નિર્ણય
ના જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનુ છે ?
સ્વ ઇલાબેન દેસાઈ ઉવ ૪૮ નું પુત્રીરત્ન ના લગ્ન પૂર્વે દેહાંવસાન થતા ચક્ષુદાન નો સરાહનીય નિર્ણય
સુરત મૂળ ગારીયાધાર તાલુકા સુરનગર ના ચક્ષુદાતા સ્વ ઇલાબેન દેસાઈ નું પુત્રી રત્ન કું કૃપાલી ના લગ્ન ને ગણતરી નાજ દિવસ બાકી હતા અને માતા નું આકસ્મિક દેહાંવસાન થયું ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનુ છે ? પણ દેસાઈ પરિવાર ની દુરંદેશી એ ત્વરિત ચક્ષુદાન નો નિર્ણય કર્યો અંધત્વ નિવારણ માટે સરાહનીય છે માનવતા હજુ જીવે છે તેથી જ જગત જીવવા જેવું લાગે છે ઘરે સુખદ પ્રસંગને દીકરી ની માતા નુ અવસાન થતા દેસાઈ પરિવારે કેવા કપરા સમયે સમાજ ઉપીયોગી બનવાનો વંદનીય નિર્ણય કર્યો અંઘત્વ ભોગવતા લોકો ને ફરી દ્રષ્ટીવાન બનાવવા નેત્રદાન કરવાનો નિર્ણય દેસાઈ પરીવારના આંગણે દીકરી પુત્રી રત્ન કું કૃપાલી ના તા.૧૯ /૦૧/૨૦૨૫ ના રોજ લગ્ન હોવાથી તેની પૂર્વ તૈયારી માટે તા. ૧૧/૦૧/૨૦૨૫ રાત્રે લગ્ન આયોજનની તૈયારી ચાલી રહી હતી. તા.૧૨/૦૧/૨૦૨૫ના વહેલી સવારે દિકરી કું.કૃપાલીના માતા સ્વ ઈલાબેન રમેશભાઈ દેસાઈ, વતન ગામ સુરનગર, તા.ગારીયાઘાર, જી. ભાવનગર ને હાર્ટ એટેક્ટ આવતા અવસાન થતા ડો. ડાભી એ નેત્રદાન માટે ડો. પ્રફુલ્લભાઈ શિરોયા ને જાણ કરી. નેત્રદાન સ્વીકારવા ઓપ્થલ્મીક આસી. દિનેશભાઈ જોગાણીએ સેવા આપી.સ્વર્ગીય ઈલાબેન રમેશભાઈ દેસાઈ (ઉંવ વર્ષ ૪૮) સદેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જન માનસ માં સદાકાળ જીવંત રહે સદગત ના કર્મ જ એમને અમર બનાવી દેતા હોય છે સુરત ૩૭, લક્ષ્મીબા પાર્ક સોસાયટી, અંકુર ચાર રસ્તા, એ. કે. રોડ, સુરત પર નેત્રદાન કરવામાં આવેલ છે આ તકે પતિ રમેશભાઈ જાદવભાઈ દેસાઈ
પુત્રરત્ન કેવિન પુત્રીરત્ન કૃપાલી પરીવારજનો સંબંધીઓ પાડોશી ઓની ઉપસ્થિતિ માં ડો.કિશોરભાઈ લાભુભાઈ લાખાણી (પુર્વ ડેપ્યુટી મેયર સુરત મહાનગર પાલીકા) ડો.મુકેશભાઈ આંબાભાઈ નાવડીયા (સામાજીક કાર્યકર) જેમણે નેત્રદાન ની પ્રવૃત્તિ ને ગુજરાત સહિત સુરતમા વેગવતી બનાવવામા ખુબજ સેવા આપી છે.નેત્રદાતા ને કોટી કોટી વંદન.સાથે નેત્રદાતા પરીવારનો આભાર વ્યક્ત કરાયો હતો. લોકદ્રષ્ટી ચક્ષુબેક, ઇન્ડીયન રેડકોર્સ સોસાયટી, લાયન્સ કલ્બ ઓફ સુરત ઈસ્ટ રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ નેત્રદાતા સ્વ. ઈલાબેનના આત્માને પરમ કૃપાળુ સદગતિ પ્રદાન કરે તેવી શબ્દાજંલિ આપી હતી
લોકદ્રષ્ટી ચક્ષુબેંક ના દિનેશભાઇ જોગાણી એ જણાવ્યું હતું કે ૭૨ કલાક માંજ બે અંઘ વ્યક્તિ ઓના જીવન ઉજાસ પથરાશે. સમાજ માં દરેક જાગૃત નાગરીક નેત્રદાન માટે સંકલ્પી બને તો અને તોજ ભારતમાં કાળી કીકી ના કારણે અંઘત્વ ભોગવતા લોકોની સંખ્યા માં ઘટાડો થશે.અંધત્વ નિવારણ માટે ચક્ષુદાન ની હદયસ્પર્શી અપીલ કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.