રસોયાએ રજા માંગતા શેઠે માથામાં રોટલી વણવાનો લાકડાનો પાટલો ઝીંકી દીધો - At This Time

રસોયાએ રજા માંગતા શેઠે માથામાં રોટલી વણવાનો લાકડાનો પાટલો ઝીંકી દીધો


શહેરના ઇન્દિરા સર્કલ નજીક એક ગર્લ્સ હોસ્ટેલમાં રસોયાએ રજા માંગતા શેઠે માથામાં રોટલી વણવાનો લાકડાનો પાટલો ઝીંકી દીધો હતો. જે અંગે મૂળ રાજસ્થાનના પ્રકાશકુમાર મેઘવાળએ વૃંદાવન ગર્લ્સ હોસ્ટેલના સંચાલક નિખિલ નિમાવત સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં પ્રકાશકુમાર ઓગડરામ મેઘવાળ (ઉ.વ. 32, રહે.હાલ વૃંદાવન ગર્લ્સ હોસ્ટેલના રૂમમાં, ઈન્દીરા સર્કલ મેઈન રોડ રાજકોટ, મૂળ વતન- ગામ-ખારડા મેઘવાલો વાસ તા.રાણી, જિ.પાલી રાજસ્થાન)એ જણાવ્યું કે, છેલ્લા ત્રણ માસથી વૃંદાવન ગર્લ્સ હોસ્ટેલના રૂમમા હું તથા મારી પત્ની રંજનબેન (ઉ.વ. 24) તથા મારો દીકરો મેહુલ (ઉ.વ.1) સાથે રહીએ છીએ.
અમારા શેઠનું નામ નીખીલભાઈ વૈકુંઠભાઈ નીમાવાત (ઉ.વ. 38 રહે. ગુંદાવાડી મેઈન રોડ રામજી મંદીરની બાજુનુ મકાન) છે. હું ત્યા ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી છોકરીઓ માટે રસોઈ બનાવવાનું કામ કરું છું. ગઈકાલે બપોરના દોઢેક વાગ્યે હું તથા મારા પત્ની રોટલી બનાવતા હતા. થોડા દિવસો પછી મારા કાકાની દીકરીના લગ્ન હોય જેથી મારી પત્ની વતન ખાતે જવાની વાત કરતી હતી.
આ બાબતે અમો પતિ-પત્ની વચ્ચે વતનમાં જવા માટે રકજક ચાલતી હતી. ત્યાં મારા શેઠ નીખીલભાઈ ત્યાં આવ્યા. મેં કાકાની દીકરીના લગ્ન અર્થે રજા માંગતા, નીખીલભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા. મેન અને મારી પત્નીને ગાળો દેવા લાગ્યા. ગાળો દેવાની ના પાડતા આ નીખીલભાઈએ અમોને 21 દિવસના અમારા બાકી રહેતા મજુરીના રૂપીયા નથી દેવા તુ તારા વતને જતો રહે તેમ વાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી.
ત્યા રસોડામાં પડેલ રોટલી વણવાનો લાકડાનો પાટલો હાથમાં લઈ મને માથાના ડાબી બાજુ તાળવાની બાજુ બે ઘા મારી દેતા મારુ માથુ ફુટી જતા લોહીની નીકળવા લાગેલ. તે સમયે મારા પત્ની વચ્ચે પડતા તેની સાથે હાથાપાઈ કરવા લાગેલ.
જેથી મેં મારા માસીના દીકરા કિશોરકુમાર ખંગાર રામજી ભટનાગર અને મારા બનેવી સંજયકુમાર મોતીલાલજી દહીયાને ત્યાં બોલાવ્યા. મને 108માં સિવિલ હોસ્પિટલમાં લાવતા માથામાં પાંચ ટાંકા આવેલ. પોલીસે નિખિલ નિમાવત સામે ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image